Site icon hindi.revoi.in

પ્રવાસીઓને બહાર નહીં કાઢવામાં આવે, તો યુરોપ ‘મુસ્લિમ’ કે ‘આફ્રિકન’ ખંડ બની જશે: દલાઈ લામા

Social Share

તિબેટિયન ધર્મગુરુ દલાઈ લામાએ કહ્યુ છે કે યુરોપ યુરોપિયનો માટે છે અને જો પ્રવાસી પોતાના દેશોમાં પાછા નહીં મોકલવામાં આવે, તો આ ખંડ મુસ્લિમ અથવા આફ્રિકન બની શકે છે. 1959થી ભારતમાં શરણાર્થી તરીકે રહેતા દલાઈ લામાએ કહ્યુ છે કે પ્રવાસીઓને મર્યાદીત સંખ્યામાં રહેવા દેવા જોઈએ.

દલાઈ લામાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ છે કે જે શરણાર્થી યુરોપ આવી ગયા છે, તેમના પાછા ફરતા પહેલા તેમના કૌશલનો વિકાસ થવો જોઈએ. તેમણે કહ્યુ છે કે યુરોપ એ લોકોને શરણ આપવા મટે બાધ્ય હતું, જેમને મદદની જરૂરત હતી. પરંતુ તેમણે પોતાના ઘરે પાછું આવી જવું જોઈએ.

આ 83 વર્ષીય ધર્મગુરુએ કહ્યુ છે કે યુરોપિયન દેશોને આ શરણાર્થીઓને શરણ આપવું જોઈએ અને તેમણે શિક્ષણ તથા પ્રશિક્ષણ આપવું જોઈએ. તેમનું લક્ષ્ય તેમના કૌશલમાં વિકાસ સાથે પોતાની જમીન પર પાછું આવવાનું છે. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે જે લોકો તેમને દત્ક લેવામાં આવ્યા છે, તે દેશોમાં રહેવા ચાહે છે… તેમનું શું હોવું જોઈએ.. તો તેમમે જવાબ આપતા કહ્યુ કે એક મર્યાદીત સંખ્યા ઠીક છે. જો આમ નહીં થાય તો આખું યુરોપ અંતમાં મુસ્લિમ અને આફ્રિકન દેશ બની જશે.

આ પહેલીવાર નથી કે જ્યારે તેમણે આવા પ્રકારની ટીપ્પણી કરી હોય. આના પહેલા ગત વર્ષ સ્વીડનના માલ્મોમાં એક ભાષણ દરમિયાન તેમણે ક્હ્યુ હતુ કે શરણાર્થીઓને પોતા દેશોના પુનર્નિમાણમાં મદદ કરવા માટે પાછા આવવું જોઈએ. તેમણે કહ્યુ છે કે તેમને શરણ આપો અને તેમની મદદ કરે, તેમને શિક્ષિત કરે, પરંતુ તેમને પાછા પોતાના દેશનો વિકાસ કરવો જોઈએ. મને લાગે છેકે યુરોપ યુરોપિયન લોકોનું છે.

મહત્વપૂર્ણ છે કે ગત વર્ષ યુરોપિયન સંઘના આંકડા પ્રમાણે, યુરોપમાં 51.2 કરોડની વસ્તીમાંથી 4.4 ટકા બિનયુરોપિયન નાગરિક છે. આંકડામાં કહેવામાં આવ્યું છે કે 2017 બિનયુરોપિન દેશોમાંથી 2.4 કરોડ પ્રવાસીઓ યુરોપિયન યુનિયનમાં પ્રવેશ્યા છે. દુનિયાભરમાં લગભગ 70 કરોડ શરણાર્થીઓનું અનુમાન લગાવવામાં આવે છે.

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સંદર્ભે પુછવામાં આવતા તેમણે જવાબ આપ્યો હતો કે વ્હાઈટ હાઉસમાં તેમના સમયમાં નૈતિક સિદ્ધાંતમાં અભાવ જોવા મળે છે. તેમની અમેરિકા ફર્સ્ટની નીતિ ખોટી છે.

Exit mobile version