Site icon hindi.revoi.in

મોબાઈલ નંબર ગેસ કનેક્શનથી લિંક ન હોવા છત્તાં મળશે સિલિન્ડર –  DAC નિયમમાં હાલ પુરતી છૂટછાટ

Social Share

ઓઇલ કંપનીઓએ 1લી નવેમ્બર 2020થી દેશમાં બદલાવ કરવા જઈ રહેલા રાંઘણ ગેસ સિલિન્ડર સાથે સંકળાયેલ ડિલીવરી ઓથેન્ટિકેશન કોડને હાલ પુરતો સ્થગિત કર્યો છે, જો કોઈ ગ્રાહકનો મોબાઇલ નંબર ગેસ કનેક્શન સાથે જોડાયેલ નથી, તો પણ હવે  ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તેને પણ સિલિન્ડરની ડિલિવરી મળી શકશે. જો કે, લગભગ 30 ટકા ગ્રાહકો પહેલાથી તેનો ઉપયોગ કરી રહ્યાં છે.

આ સમગ્ર બાબતે તેલ કંપનીના વરિષ્ટ અધિકારીએ જણાવ્યું છે કે, ડીએસી જારી રહેશે પરંતુ જરુરી નહી, અટલે કે જો કોઈ પણ ગ્રાહકનો ફોન નંબર ગેસ કનેક્શન સાથે જોડાયેલો ન પણ હશે તો તેમના ફોન પર ડીએસી નહી મોકલવામાં આવે, ટેકનીકલ ખામીઓના કારણે હાલ આ સેવા ફરજીયાત કરવામાં આવી નથી.

જો કે  પહેલા તેલ કંપનીઓ એ 1લી નવેમ્બરના રોજથી  દિલ્હી એનસીઆર અને 100 સ્માર્ટ સિટીમાં  ગેસ સિલિન્ડરની ડિલિવરી માટે  ગ્રાહકોએ ડીસીએ કોડ બતાવવો ફરજીયાત કર્યું હતું જો કે હવે તે હાલ પુરતુ સ્થગિત કરવામાં આવ્યું છે.

ડીએસી કોડ શું છે -જાણો

સાહીન-

 

 

Exit mobile version