Site icon hindi.revoi.in

ચક્રવાત વાવાઝોડું ‘નિવાર’ તામિલનાડુ દરિયાઈ કાંઠાઓ પર આગળ વધતા નાગાપટ્ટીનમ અને કરાઈકલ વિસ્તારોમાં એલર્ટ જારી

Social Share

ચેન્નઈ-:બંગાળની ખાડીની દક્ષિણ-પશ્ચિમ દિશામાં  દબાણ આવના કારણે 24 કલાક દરમિયાન તમિલનાડુ અને પુડ્ડુચેરીના દરિયાકાંઠે આગળ વધી રહેલા ચક્રવાતી વાવાઝોડું તીવ્ર થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે આ વાવાઝોડાની ગતિ 18 કિલોમીટર પ્રતિ કલાકની દર્શાવી છે.

ચેન્નઇમાં બુધવારના રોજ ભારે  વરસાદની સંભાવનાઓ સેવાઈ છે. ચક્રવાતી તોફાન નિવારને કારણે મામલ્લપુરમ અને કરાકલ વિસ્તારોમાં ભૂસ્ખલનની સંભાવના છે, જેના કારણે બુધવારે બપોર સુધી ચેન્નઇમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. એક રિપોર્ટ પ્રમાણે છથી દસ સેન્ટિમીટર સુધી વરસાદ પડી શકે છે.

મંગળવારના રોજ  ચક્રવાતી વાવાઝોડાં નિવાર દરિયાઈ કાંઠા નજીક પસાર થતાં વરસાદની સંભાવનાઓ છે. વાવાઝોડાના પગલે રાષ્ટ્રીય હોનારત બચાવ ટીમે તેની છ ટીમો કુડ્ડાલોર અને ચિદમ્બરમ શહેરરમાં રવાના કરી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ  ચેતવણીને પગલે એનડીઆરએફે તેની છ ટીમો આ બે શહેરોમાં તૈનાત કરી છે

ચેન્નઇના પ્રાદેશિક હવામાન વિભાગના નાયબ નિયામક એસ. બાલાચંદ્રનું આ બાબતે કહવું છે કે, દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મંગળવાર અને બુધવારે ભારે વરસાદની સંભાવના છે.25 નવેમ્બરના રોજ માછીમારોને દરિયો ન ખેડવાની ચૂચના આપવામાં આવી છે, કારણ કે નિવાર વાવાઝોડું ખુબ જ ગતિથી આગળ વધી રહ્યું છે જેના કારણ વરસાદ તેમજ હવામાન ખરાબ રહેવાની સંભાવનાઓ છે.

નાગપટ્ટિનમ જિલ્લા વહીવટીતંત્રે તામિલનાડુ તરફ વાવાઝોડું આગળ વધતાં માછીમારોને તેમની નૌકાઓને સુરક્ષિત રાખવા નિર્દેશ આપ્યા છે. નાગાપટ્ટિનમ જિલ્લામાં તમામ વિભાગો એલર્ટ પર છે, તમામ માછીમારોને કિનારે વળી જવાની સૂચના આપવામાં આવી છે.

સાહીન-

Exit mobile version