Site icon hindi.revoi.in

રશિયાની વેક્સિનનું પરિક્ષણ કરી રહેલી ભારતની કંપની પર સાયબર એટેક – તમામ ડેટા કેન્દ્ર બંધ કરાયા

Social Share

ભારતમાં રશિયન કોરોના વાયરસની વેક્સિન સ્પુટનિક-વીનું પરીક્ષણ કરી રહેલા ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરીઝે ગુરુવારના રોજ એક અગત્યની માહિતી આપી છે, જે પ્રમાણે તેમણે સાયબર એટેક થયા પછી વિશ્વભરના તમામ ડેટા સેન્ટરોની સેવાઓ બંધ કરી દીધી છે. કંપનીએ તેના એક નિવેદનમાં કહ્યું છે કે, સાયબર એટેકની ઓળખ કર્યા બાદ બચાવરુપી પગલાં લેવા આ કાર્ય કરવામાં આવ્યું છે.

કંપનીએ ના સીઈઓ મુકેશ રાઠીએ કહ્યું કે, અમે 24 કલાકની અંદોરોઅંદર તમામ સેવાઓ શરુ કરી દઈશું તેવું અનુમાન છે,અમારા સાથે ઘટેલી આ ઘટનાના કારણે અમારા કાર્યસંચાલન પર તેની કોઈ અસરની શંકા નથી.

ડોક્ટર રેડ્ડીઝના અમેરીકા, બ્રિટન, બ્રાઝિલ, રશિયા અને ભારતમાં ડ્રગ પ્લાન્ટ કાર્યરત છે. હાલમાં જ ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરીઝને રશિયન કોરોના વાયરસની વેક્સિનના પરિક્ષણને મંજુરી મળી હતી. ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ડોક્ટર રેડ્ડીને દેશમાં રશિયન વેક્સિન સ્પુટનિક-વીના બીજા અને ત્રીજા ચરણના પરિક્ષણ માટે મંજુરી આપવામાં આવી હતી, રશિયાએ સ્પુટનિક-વી લોનેચ કરવાની સાથે વિશ્વમાં સૌથા પહેલા કોરોના વેક્સિન તૈયાર કરવાનો દાવો કર્યો હતો.

કંપની પર થયેલા સાયબર હુમલા બાદ તેના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેંજ પર ગુરુવાર બપોરે 12.30 વાગ્યે, કંપનીનો શેર 1.49 ટકા તૂટ્યો હતો. હાલ ડોક્ટર રેડ્ડીના શેર રૂ .4,971.70 પર ટ્રેડ કરી રહ્યા છે. નેશનલ સ્ટોક એક્સચેંજમાં પણ 1.42 ટકાનો ઘટાડો નોંધાયો છે.

સાહીન-

Exit mobile version