નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શનને લઈને યોજાયેલી કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક સમાપ્ત થઈ ચુકી છે. બેઠક પછી તમામ નેતા મીડિયા સાથે વાત કર્યા વગર નીકળી ગયા છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ કોઈની સાથે વાત કરી નથી.
જણાવવામાં આવે છે કે બેઠકમાં શું નિર્ણય થયા છે, તેના પર થોડાક સમયબાદ પાર્ટી દ્વારા જાણકારી આપવામાં આવશે. આ પહેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની પેશકશ કરી હતી. પરંતુ કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં તેનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. જો કે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ રાહુલ ગાંધી તરફથી રાજીનામું આપવાની પેશકશ કરવાના અહેવાલને રદિયો આપ્યો છે. તેમણે કહ્યુ છે કે આ અહેવાલ ખોટા છે.
મહત્વપૂર્ણ છે કે લોકસભા ચૂંટણીમાં દેશભરમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શનના કારણો પર મંત્રણા કરવા માટે કોંગ્રેસ કાર્યકારી સમિતિની શનિવારે બેઠક યોજાઈ છે. બેઠકમાં કોંગ્રેસની સામે સૌથી મોટો પડકાર કર્ણાટક અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પોતાની સત્તા બચાવી રાખવાના મુદ્દા પર ચર્ચા થશે. જ્યાં સરકારને તોડી પાડવી કોશિશ ચાલુ છે. એક સૂત્રનું કહેવું છે કે બેઠકમાં હરિયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં યોજાનારી વિદાનસભાની ચૂંટણીઓ પર પણ ચર્ચા થઈ શકે છે.
સીડબલ્યૂસીના 23 સદસ્યોમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં માત્ર ચાર વ્યક્તિઓ- પાર્ટીના પ્રમુખ રાહુલ ગાંધી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, ગૌરવ ગોગોઈ અને એ. ચેલ્લાકુમાર જ જીતે છે. લોકસભા ચૂંટણીમાં હારનારા 12 અન્ય સદસ્યોમાં વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગે, ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય હરીશ રાવત, દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શીલા દિક્ષિત, ભૂતપૂર્વ સ્પીકર મીરા કુમાર, જ્યોતિરાદિત્ય સિંધિયા, રઘુવીરસિંહ મીના, જિતિનપ્રસાદ, દીપેન્દર હુડ્ડા, સુષ્માત દેવ, કે. એચ. મુનિયપ્પા અને અરુણ યાદવ છે.
સીડબ્લ્યૂસીના સાત સાંસદોએ લોકસભા ચૂંટણીમાં ભાગ લીધો ન હતો. પાર્ટીએ કોંગ્રેસ શાસિત પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યપ્રધાનોને પણ આમંત્રિત કર્યા છે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના માત્ર 52 બેઠકો મળ્યા બાદથી જ મંથન શરૂ થઈ શરૂ થઈ ચુક્યું છે. આ સંખ્યા પાર્ટીના પુરોગામી લોકસભામાં પાર્ટીને મળેલી 44 બેઠકોમાંથી માત્ર આઠ બેઠકો વધારે મળી છે. કોંગ્રેસના યુપી પ્રદેશ પ્રમુખ રાજ બબ્બર, પ્રચાર સમિતિના પ્રમુખ એચ. કે. પાટિલ, ઓડિશા પાર્ટી પ્રમુખ નિરંજન પટનાયક અને અમેઠી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ યોગેન્દ્ર મિશ્રાએ શુક્રવારે પોતાના પદો પરથી રાજીનામું આપ્યું છે.