Site icon hindi.revoi.in

પશ્ચિમ બંગાળ: દુર્ગાપૂજાના સાંસ્કૃતિક કાર્યક્રમો માટે મમતા બેનર્જીએ આપી લીલી ઝંડી , માનવા પડશે આ નિયમો

Social Share

કોલકત્તા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે બંગાળના સૌથી મોટા તહેવાર દુર્ગાપૂજા દરમિયાન થનાર સાંસ્કૃતિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને રદ કર્યો હતો. મમતા બેનર્જીએ કહ્યું કે ‘જો તમામ કોવિડ -19 પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે તો આવા આયોજનો ખુલ્લા સ્થાનો અથવા બંધ હોલમાં આયોજિત થઈ શકે છે.’

મમતા બેનર્જીએ કહ્યું કે,જો કોવિડ -19 પ્રોટોકોલનું પાલન કરવામાં આવે તો 100 લોકો આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકે છે અને જો આ કાર્યક્રમ કોઈ મોટી જગ્યાએ આયોજિત કરવામાં આવે છે, તો 200 લોકોને એકઠા થવાની મંજુરી પણ આપી શકાય છે.

મમતાએ વધુમાં કહ્યું કે ‘આ કાર્યક્રમોનું આયોજન પૂજા પંડાલોની નજીકમાં નહીં કરવામાં આવે,કેમ કે પોલીસ અને પૂજા સમિતિને ભીડને સંભાળવી મુશ્કેલ બનશે,એટલા માટે આવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પૂજા પંડાલોથી દૂર કરવા જોઈએ.’

બેનર્જીએ કહ્યું કે,”150 લોકો સાથે એક નાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવી શકે છે, અમને તેમાં કોઈ મુશ્કેલી નથી, કોવિડ -19 પ્રોટોકોલનું પાલન કરવાના આગ્રહ સાથે કહ્યું કે,’તમારી સુરક્ષા માટે માસ્ક પહેરો,તમારા હાથને સાફ રાખો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો.’.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ધોષણા કરી છે કે ‘એમેઝોન દ્વારા હાવડા જિલ્લાના ઉલુબેરિયા ઔદ્યોગિક પાર્કમાં લોજિસ્ટિક હબની સ્થાપના કરવામાં આવી છે,અહીંથી પૂર્વ અને ઉત્તર-પૂર્વ દિશા માટે કામ કરવામાં આવશે.’ મમતાએ કહ્યું હતું કે ‘આ લોજિસ્ટિક્સ હબમાંથી કુલ 20,050 લોકોને અપ્રત્યેક્ષ રૂપથી રોજગાર મળશે,મને આશા છે કે વધુને વધુ લોજિસ્ટિક હબ અહીં આવશે અને રોકાણ કરશે’.

_Devanshi

Exit mobile version