Site icon hindi.revoi.in

મહિલા કોન્સ્ટેબલની વાયરલ થયેલી સ્પીચ પર CRPFનો ખુલાસો

Social Share

CRPFની મહિલા કોન્સ્ટેબલ ખુશ્બુ ચૌહાણનો વીડિયો થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો,27 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં આઈટીબીપી દ્રારા રાષ્ટ્રીય માનવ અધિકાર વિષય પર આયોજન કરવામાં આવેલ ડિબેટ સ્પર્ધામાં ખુશ્બુએ ભાષણ આપ્યું હતું,જેનો વીડિયો લાખો લોકો જોઈ ચૂક્યા છે.

ખુશ્બુ ચૌહાણના ભાષણને લઈને હાહાકાર મચ્યો હતો,ત્યાર બાદ સીઆરપીએફ એ એક સ્ટેટમેન્ટ રજુ કર્યું છે,સીઆરપીએફ એ કહ્યું કે”,ખુશ્બુ ચૌહાણનું ભાષણ સારુ હતુ પરંતુ તેના કેટલાક ભાગથી બચી શક્યા હોત,તેમને આ બાબતે સલાહ પણ આપવામાં આવી છે”

સીઆરપીએફએ સ્ટેટમેન્ટમાં કહ્યું કે,”મારી એક મહિલા કોન્સ્ટેબલની સ્પીચ વાયરલ થઈ રહી છે,કેટલાક લોકો તેના વખાણ કરી રહ્યા છે તો ક્ટલાક લોકો તેની ટીકા કરી રહ્યા છે,આ સ્પીચ તેમણે NHRC CAPF ડિબેટ સ્પર્ધા 2019મા આપી હતી.જેનું આયોજન 27 સપ્ટેમ્બરના રોજ આઈટીબીપી એ કર્યું હતું,સીએપીએફની દરેક સંસ્થામાંથી બે-બે સ્પીકર્સને બોલવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું”,

 આ નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, એ નથી સમજાતું કે કઈ રીતે આ વીડિયો લીક થયો,સીઆરપીએફ દ્રારા આ વીડિયો અધિકારીક રીતે જોહેર કરવામાં નથી આવ્યો.આ સ્પીચ એક ડિબેટ સ્પર્ધામાં આપવામાં આવી હતી,તે માટે કોઈએ ખોટૂ લગાવવાની જરુર નથી,ડિબેટના વિષયમાં તેમણે મોશનના વિપક્ષમાં પોતાની સ્પીચ આપી હતી,અમે સીઆરપીએફ માનવ અધિકારનું સમ્માન કરીએ છીએ.

Exit mobile version