Site icon hindi.revoi.in

ભાજપની જીત રાષ્ટ્રીય શક્તિઓની જીત: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

Social Share

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ગુરુવારે લોકસભાની ચૂંટણીઓમાં ભાજપની જીતને રાષ્ટ્રીય શક્તિઓની જીત ગણાવી છે. આરએસએસ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે વિપક્ષી પાર્ટીઓ વિનમ્રતા સાથે જનાદેશનો સ્વીકાર કરશે.

આરએસએસના સરકાર્યવાહ ભૈયાજી જોશીએ એક નિવેદનમાં કહ્યુ છે કે ભારતના કરોડો લોકો એક સ્થિર સરકાર મેળવવા માટે ભાગ્યશાળી છે. લોકશાહીની જીતમાં પોતાનું યોગદાન કરનારા દરેકને ઘણાં બધાં અભિનંદન. વિશ્વની સમક્ષ ફરી એકવાર લોકશાહીની ભાવના સ્થાપિત થઈ છે.

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સરકાર્યવાહ ભૈયાજી જોશીએ ટ્વિટમાં જણાવ્યુ છે કે રાષ્ટ્રીય શક્તિઓના વિજય પર સૌને અભિનંદન. ફરી એકવાર સ્થિર સરકાર દેશને મળી છે. આ કરોડો ભારતીયોનું ભાગ્ય છે. આ રાષ્ટ્રીય શક્તિઓનો વિજય છે.

આરએસએસ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે નવી સરકાર સામાન્ય લોકોની આકાંક્ષાઓ અને આશાઓને પૂર્ણ કરવામાં સફળતા પ્રાપ્ત કરશે અને વિપક્ષી પાર્ટીઓ વિનમ્રતા સાથે હારને સ્વીકારશે.

ભૈયાજી જોશીએ કહ્યુ છે કે અમે આશા કરીએ છીએ કે ચૂંટણી પ્રક્રિયા સમાપ્ત થયા બાદ તમામ કડવાશ સમાપ્ત થશે અને જનાદેશને વિનમ્રતા સાથે સ્વાગત કરવામાં આવશે.

Exit mobile version