Site icon Revoi.in

અનેક દેશોમાં ફરી લોકડાઉનથી કાચા તેલના માર્કેટ પર સંકટના વાદળો છવાયા – કિમંતો પર જોવા મળી અસર

Social Share

સોમવારના રોજ સવારથી આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે યુરોપના દેશોમાં કોરોના મહામારીના કારણે ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવતા  તેની સર કાચા તેલમાં બદાપ પર પડેલી જોવા મળી છે.

મળતી માહિતી પ્રમાણે ઓક્ટોબર મહિનામાં તેલના ભાવ પાંચ મહિનામાં સૌથી નીચા સ્તરે  પહોચ્યા હતા. માર્ચથી વિવિધ દેશોમાં લોકડાઉન લાગુ થયા પછી તેલની કિંમત એપ્રિલમાં ઇતિહાસમાં સૌથી નીચલા સ્તરે નોંધાઈ હતી. મે મહિનાથી તેમા સુધારાના સંકેત મળ્યા હતા. પરંતુ ઓક્ટોબરમાં  ફરીથી લાગુ થતા લોકડાઉનના કારણે માર્કેટ પર સંકટના વાદળો છવાયા હતા.

ઓક્ટોબરના છેલ્લા કારોબારી દિવસોમાં  ભાવ એક બેરલના સરેરાશ 35 ડોલર સુધી પહોંચ્યા હતા. ઓઇલ ટ્રેડિંગ વેબસાઇટ ઓઈલ પ્રાઈસ ડોટ કોમ પ્રમાણે, હાલ આ સ્થિતિમાં કોઈ સુધારણા થવાની સંભાવના દેખાઈ રહી નથી. તેથી શક્ય છે કે તેલ ઉત્પાદક દેશોની સંસ્થા ઓપેક તેલનું ઉત્પાદન કરી રહી છે, તેમાં વર્ષ 2021 સુધીમાં કાપ મૂકવો પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે કાચા તેલના માર્કેટમાં મંદીના કારણે આ વર્ષ દરમિયાન લગભગ 35 ટકાનો ઘટાડો નોંધાયો છે, લોકડાઉન અને કોરોનાના કારણે જે ખોટ વર્તાઈ છે. જો કે, આઈઈએ પ્રમાણે આ સંકટ પહેલેથી જ વર્તાઈ રહ્યું છે.પેરિસ સ્થિત સંસ્થા ઈન્ટરનેશ્નલ એનર્જી એજન્સી કેટલાક દિવસો પહેલા જ  વિશ્વ ઊર્જા રોકાણ રિપોર્ટ રજુ કર્યો હતો.

યૂએસ સ્થિતિ શેલ ઓઈલમાં રોકાણમાં 45 ટકા ઘટાડો નોઁધાયો થયો છે, આ ક્ષેત્ર વર્ષ 2014થી ખરાબ રીતે પ્રભાવિત છે. હવે ઓપેક એ તેલ ઉત્પાદન વધારીને ગેસની કિંમતોમાં પણ ઘટાડો કર્યો છે.

સાહીન-