Site icon hindi.revoi.in

‘ચોકીદાર ચોર હૈ’નો નારો રાહુલ ગાંધીને પડ્યો ભારે, પટિયાલા હાઉસકોર્ટમાં નોંધાઈ ક્રિમિનલ ફરિયાદ

Social Share

ચૂંટણીના માહોલમાં નેતાઓ એકબીજા વિરુદ્ધ જાહેરમાં બેફામ નિવેદનો આપી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ‘ચોકીદાર ચોર હૈ’નો નારો ભારે પડી રહ્યો છે. જોગિન્દર ટુલી નામની એક વ્યક્તિએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક નિવેદન કરવા માટે ક્રિમિનલ ફરિયાદ નોંધાવી છે. જોગિન્દરે સેક્શન 124A  (IPC – રાજદ્રોહના આરોપો) હેઠળ એફઆઇઆર નોંધાવવા માટે પોલીસ પાસે નિર્દેશ માંગ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા બીજેપીના વરિષ્ઠ નેતા સુશીલ મોદીએ પણ રાહુલ ગાંધી વિરુદ્ધ પટનાની સીજેએમ કોર્ટમાં માનહાનિની અરજી દાખલ કરી છે. તાજેતરમાં જ રાહુલ ગાંધીએ એક સભા દરમિયાન નીરવ મોદી અને લલિત મોદીના બહાને પીએમ મોદી પર હુમલો કર્યો હતો. તેમણે કહેલું કે મોદી સરનેમવાળી દરેક વ્યક્તિ ચોર છે.

Exit mobile version