મુંબઈથી આશરે 250 કિમીના અંતરે આવેલા ચિપલુનના પાસે તિવારે બંધ અતિવરસાદના કારણે તૂટ્યો હતો જેમાં 23 લોકો ડુબ્યા હતા. આ ધટનાને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા ત્યારે આજે બંધ તૂટવા પાછળનું એક આશ્ચર્ય જનક કારણ સામે આવ્યું છે.
રત્નાગીરી પાસેના આ બંધ તૂટવા પાછળના કારણમાં મંત્રી તનજી સાવંતે કરચલાઓને જવાબદાર ગણાવ્યા હતા. જ્યારે વિપક્ષ નેતાએ ઠેકડી ઉડાવતા કહ્યું હતું કે કરચલાઓની ઘરકકડ કરીને તેમના સામે કાર્યવાહી કરો. કોંગ્રેસ પાર્ટીના એક નેતાએ શુક્રવારે પોલીસ સામે થોડા કરચલા લાવીને મુકી દીધા હતા કારણ કે મંત્રી તનજી સાવંતે જે દાવા કર્યો હતો કે આ બંધ તૂટવા પાછળનું કારણ કરચલા છે જેને લઈને વિપક્ષે પોલીસ સ્ટેશનમાં કરચલા લાવીને મંત્રીની ઠેકડી ઉડાવી હતી.
જળ સંશાધન મંત્રી તનજી સાવંતે જણાવ્યું હતું કે રત્નાગીરી પાસેનો તિવારે બંધ કરચલાઓના દિવાલ ખોતરવાથી તૂટ્યો હતો.ડેમની દિવાલ ખોખલી થઈ જતા આ ડેમ પડી ભાંગ્યો હતો જ્યારે આ વાતને વિપક્ષના નેતાએ હાસ્ય સમાન ગણાવી હતી . આ એક ખુબ મોટી ધટના હતી જેમા 23 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જેમાંથી ધણા લોકો હજુ પણ લાપતા છે. કોલ્હાપુરમાં રાકાપાની યુવા શાખાએ શાહીપુરી પોલીસ સ્ટેશનમાં પત્ર રજુ કરીને જળચર જીવ કરચલાના વિરોધમાં કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આ સમગ્ર મામલાને વિપક્ષના નેતાએ વખોળી નાખ્યો હતો. ડેમ તૂટવા પાછળના કારણ ને તેમણે હાસ્યસ્પદ કહ્યું હતું.

