- રાત્રી કર્ફ્યુ અંગે તંત્ર દ્વારા વિચારણા શરૂ
- જિલ્લા કલેક્ટરે આપ્યા છે મહત્વના સંકેત
- લોકોને પૅનિક કે અફવા ઉપર ધ્યાન ન દેવા અપીલ
- કોરોનાના વધતા કેસને લઈને લેવાયો નિર્ણય
- એસટી બસ સેવા અમદાવાદ માટે બંધ
- બપોરે ત્રણ વાગ્યા બાદ એસટી બસ સેવા બંધ
રાજકોટ: રાજકોટમાં રાત્રીના કર્ફ્યુ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિચારણા ચાલી રહ્યાનું નિવેદન સામે આવ્યું છે. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં તેઓએ જણાવ્યું કે દિવાળી બાદની કોરોનાની સ્થિતિ અંગે સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી રહી છે જેમાં કેસની સંખ્યા અને બજારમાં ભીડ અને રિકવરી રેટથી લઈને હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા અંગે તમામ વિગતો અંગે સરકારને આવગત કરવાં આવી છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અંગે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.
અમદાવાદની જેમ રાજકોટમાં રાત્રીના કર્ફ્યુ લાગુ કરવો કે કેમ એ મામલે તંત્ર વિચારી રહ્યું છે સરકારી આદેશ આવશે તો આ અંગે નિર્ણય લેવામાં આવશે અને લોકો એ અફવાઓ થી કે કોઈ ખોટા પૅનિકમાં નીકળીને ભીડ ના કરવી જોઈએ. સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા અને માસ્ક ફરજીયાત પહેરવા માટે નિયમનું પાલન કરવું જોઈએ ખાસ તો બજારમાં જે લોકો માસ્ક નથી પહેરતા તેઓ માટે તંત્ર કાર્યવાહી કડક કરશે તેવા નિર્દેશ પણ મળ્યા છે.
આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં અમદાવાદ રાત્રી કર્ફ્યુને લઈને રાજકોટ થી અમદાવાદ જતી એસટી બસ સેવા બપોરે ત્રણ વાગ્યા બાદથી બંધ રહેશે અને સાથે જ અમદાવાદથી આવતી તમામ બસ સોમવાર સુધી બંધ રહેવાની છે. કોરોનાના વધતા કેસને લઈને અમદાવાદમાં લાગુ થઇ રહેલા કર્ફ્યુને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સોમવાર સુધી રાજકોટથી અમદાવાદ જતી બસ સેવાને બંધ કરવા આવી છે જોકે આ નિર્ણયથી મેડિકલ કે અન્ય કારણોસર રાજકોટ આવેલા કે અમદાવાદ રહેલા લોકોને ખાસ્સી મુશ્કેલી પડશે ખાસ તો જે લોકોએ ટિકિટનું ઓનલાઇન બુકીંગ કરાવ્યું છે તેઓને ભારે મુશ્કેલી પડી રહી છે.
_Devanshi