1. Home
  2. revoinews
  3. કોરોનાવાયરસની બીમારી, લોકોનો વિશ્વાસ વધ્યો આયુર્વેદિક તરફ
કોરોનાવાયરસની બીમારી, લોકોનો વિશ્વાસ વધ્યો આયુર્વેદિક તરફ

કોરોનાવાયરસની બીમારી, લોકોનો વિશ્વાસ વધ્યો આયુર્વેદિક તરફ

0

અમદાવાદ: કોરોનાવાયરસના કેસ સતત વધતા લોકોમાં ભય ફેલાયો છે. તેમજ કોરોનાવાયરસ ની દવા ની હજુ સુધી શોધ થઇ નથી. ત્યારે આયુર્વેદિક ઉચ્ચારથી કોરોના પીડિત દર્દીઓ માં રોગપ્રતિકારક શક્તિ વધે છે. જેથી હવે લોકો આયુર્વેદ તરફ વળ્યા છે. તેમજ આરોગ્ય માટે ફાયદાકારક એવી તુલસી, અરડૂસી સહીતના રોપાની માગ વધી છે. ત્યાર શહેરમાં મનપા દ્વારા 200 બગીચામાં આયુર્વેદ રોપા લગાવવામાં આવશે. એટલું જ નહીં શહેરીજનોની જરૂરિયાત અનુસાર તેમના ઘરે જઈને પણ રોપા લગાવી આપવામાં આવશે.

મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અમૂલભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ શહેરના 350 કરતા વધુ વિસ્તારમાં 65 હજાર જેટલા તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશને 5 લાખ રોપા વિતરણનો લક્ષ્યાંક રાખ્યો છે. મ્યુનિસિપલ નર્સરીમાં ગળો, અરડૂસી, અશ્વગંધા જેવા આયુર્વેદ રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે. તેનું પણ વિતરણ થશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના 200 બગીચામાં આયુર્વેદ રોપા લગાવવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.