Site icon hindi.revoi.in

કોરોનાએ ફરી વધારી ચિંતા: મહારાષ્ટ્રમાં જ નહીં કેરળમાં પણ વધ્યા કોરોનાના કેસ

Social Share

મુંબઈ: મહારાષ્ટ્ર અને કેરળ સહિત દેશના પાંચ રાજ્યોમાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ બંને રાજ્યોમાં દેશના 74 ટકા સક્રિય દર્દીઓ છે. કેરળના અલાપ્પુઝા જિલ્લામાં સૌથી વધુ સતર્કતા રાખવાની જરૂર છે. કારણ કે એક અઠવાડિયામાં સંક્રમણનો દર 10.7 ટકા પર પહોંચી ગયો છે. રવિવારે મહારાષ્ટ્રમાં 6,281 નવા કેસ નોંધાયા છે. રવિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, સોમવારથી રાજ્યમાં તમામ ધાર્મિક, રાજકીય અને સામાજિક સભાઓ અને મેળાવડા પર રોક રહેશે.

કેરળમાં રવિવારે કોરોના વાયરસના 4,070 નવા દર્દીઓની પુષ્ટિ થઈ છે અને કોવિડ -19 સંક્રમણને કારણે 15 લોકોનાં મોત નીપજ્યાં હતા. સ્વાસ્થ્યમંત્રી કે શૈલજાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વાયરસના અત્યાર સુધીમાં 10,35,006 કેસ નોંધાયા છે,જ્યારે મૃત્યુઆંક 4,089 પર પહોંચી ગયો છે.

તેમણે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં 57,241 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. નમૂનાઓનો સંક્રમણ દર 7.11 ટકા છે. મંત્રીએ એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, આજે સંક્રમિત લોકોમાંથી 68 રાજ્યના બહારથી આવ્યા છે, જ્યારે 3,7૦4 લોકોને સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી સંક્રમણ લાગ્યું છે. તો 269 લોકોને ક્યાંથી ચેપ લાગ્યો છે તેની શોધ કરવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે, 29 સ્વાસ્થ્ય કર્મચારીઓ પણ સંક્રમિત જોવા મળ્યા છે. દરમિયાન રવિવારે 4,335 દર્દીઓએ સંક્રમણને મ્હાત આપી હતી. રાજ્યમાં સંક્રમણ મુક્ત બનેલા દર્દીઓની સંખ્યા 9,71,975 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલમાં 58,313 લોકો સારવાર લઈ રહ્યા છે.

રવિવારે કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યના અમરાવતી જિલ્લામાં એક સપ્તાહના પૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જોકે,જિલ્લાના અચલપુર શહેરને લોકડાઉનથી રાહત મળી છે. આ દરમિયાન જિલ્લામાં ફક્ત જરૂરી સેવાઓ ચલાવવાની મંજૂરી આપવામાં આવશે.

-દેવાંશી

Exit mobile version