1. Home
  2. revoinews
  3. કોરોનાવાયરસ: ગુજરાતમાં અત્યાર સુધીમાં 20500થી વધારે દર્દીઓ સાજા થયાં
કોરોનાવાયરસ: ગુજરાતમાં અત્યાર સુધીમાં 20500થી વધારે દર્દીઓ સાજા થયાં

કોરોનાવાયરસ: ગુજરાતમાં અત્યાર સુધીમાં 20500થી વધારે દર્દીઓ સાજા થયાં

0

અમદાવાદ: રાજ્યમાં કોરોનાવાયરસ ના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના સરેરાશ ૫૫૦ જેટલા પોઝિટિવ કેસ દરરોજ સામે આવી ગયા છે. જોકે રાહતની વાત એ છે કે મોટી સંખ્યામાં લોકો કોરોના ને માત આપી સાજા થઇ હોસ્પિટલથી ઘરે પરત ફરી રહ્યા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોના નવા 549 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સામે 600થી વધારે દર્દીઓ સાજા થઇ હોસ્પિટલથી ઘરે પરત ફર્યા હતા.

ગુજરાતમા કોરોના ના કેસ અટકવા નું નામ ન લેતા હોય તેમ પોઝિટિવ કેસ વધી રહ્યા છે. અમદાવાદ અને સુરતમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં પણ પોઝિટીવ કેસનો ગ્રાફ વધી રહ્યો છે. રાજ્યમાં કોરોનાવાયરસ વધારે 549 કેસ સામે આવતા કુલ કેસનો આંકડો 28429 ઉપર પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં 26 લોકોના મોત થયા હતા.

ગુજરાતમાં 24કલાકમાં 604 દર્દી સાજા થયા હતા. આમ ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 20521 થઈ છે.રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસોની સંખ્યા 6197 છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.