1. Home
  2. revoinews
  3. કોરોનાવાયરસ બની રહ્યો છે મોટી આફત, સતત વધી રહ્યા છે કેસ
કોરોનાવાયરસ બની રહ્યો છે મોટી આફત, સતત વધી રહ્યા છે કેસ

કોરોનાવાયરસ બની રહ્યો છે મોટી આફત, સતત વધી રહ્યા છે કેસ

0

અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. દરમિયાન 24 કલાકમાં કોરોનાવાયરસના નવા 572 કેસ નોંધાયા હતા. જ્યારે રાહતની વાત એ છે કે 575 દર્દી સાજા થયા હતા. બીજી તરફ કોરોનાવાયરસ ની મહામારીમાં વધારે 24 લોકોના મોત થયા હતા. રાજ્યમાં કોરોનાવાયરસ પોઝિટિવ કેસનો આંકડો વધીને 29000 ઉપર પહોંચ્યો છે.

અમદાવાદ શહેરમાં 205, સુરત શહેરમાં 155, વડોદરામાં શહેરમાં 35, સુરત જિલ્લામાં 17, જામગનર શહેરમાં 17, અમદાવાદમાં 10, વડોદરા 10, ભરૂચમાં 10, રાજકોટ કોર્પોરેશનમાં 9, આણંદમાં 9, સુરેન્દ્રનગરમાં 9, પંચમહાલમાં 9, નર્મદામાં 9, અરવલ્લીમાં 7, નવસારીમાં 6. ગાંધીનગરમાં, કચ્છમાં, ગીરસોમનાથમાં, વલસાડાં પાંચ પાંચ, મહેસાણામાં 4, રાજકોટમાં 4, અમરેલીમાં 4, ભાવનગર શહેરમાં 3, મહીસાગરમાં 3, પાટણમાં 3, ખેડામાં 3, છોટાઉદેપુરમાં 3, ગાંધીનગર શહેરમાં 2, જૂનાગઢ શહેરમાં 2, ભાવનગરમાં 2, જૂનાગઢમાં 2 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા 1, બોટાદમાં 1, જામનગરમાં 1દાહોદમાં 1 એમ કુલ 572 કેસ નોંધાયા હતા.

દેશમાં સૌથી વધારે કોરોનાવાયરસથી અસરગ્રસ્ત રાજ્યોમાં ગુજરાત ચોથા નંબર પર છે. હજૂ પણ કોરોનાવાયરસની વેક્સિન વિશે ખાસ કોઈ મોટા સમાચાર આવ્યા નથી પણ ત્યાં સુધી લોકો જાતે જ પોતાનું ધ્યાન રાખે તે જ લોકો માટે સારુ રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.