Site icon hindi.revoi.in

હવે ડોક્ટરની સલાહ લીધા વિના ઓન-ડિમાન્ડ થઈ શકશે કોરોનાનું પરિક્ષણ

Social Share

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ-19ના પરિક્ષણને લઈને શનિવારના રોજ દિશા-નિર્દેશમાં ફેરફાર કર્યા છે . હવે ઓન-ડિમાન્ડ પરીક્ષણ કરવામાં આવશે,જે લોકો પરીક્ષણ કરાવવા ઈચ્છતા હોય અથવા તો જે મુસાફરી દરમિયાન ટેસ્ચ કરાવા માંગે છે તો તેઓ ‘ઓન-ડિમાન્ડ’ ટેસ્ક કરાવી શકશે, શકે છે. જો કે, આ બાબતે રાજ્યોને તેના વિવેકાધિકાર આધાર પર તેમાં સુધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે

આઇસીએમઆરએ દેશો અથવા ભારતીય રાજ્યોમાં પ્રવેશ દરમિયાન કોવિડ -19 નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય કર્યા બાદ દરેક વ્યક્તિઓને માંગના આધારે ટેસ્ટ કરાવાના સુચનો આપ્યા છે

આઇસીએમઆરએ શુક્રવારના રોજ ભારતમાં COVID-19 તપાસની વ્યૂહરચના કન્સલ્ટેશન એટલે કે ચોથું એડિશન બહાર પાડ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યો માંગને અનુલક્ષીને તપાસના નિયમોના કાયદામાં ફેરફાર કરી શકે છે. આ એડિશનમા એપણ સલાહ આપવામાં આવી છે કે, પ્રતિબંધિત વિસ્તારમાં રહેતા 100 ટકા લોકોની રૈપિડ એન્ટિજેન તપાસ થવી જોઈએ, ખાસ કરીને એવા શહેરોમાં કે જ્યા રકોરોનાનું સંક્રમણ વ્યાપક પ્રમાણમાં ફેલાયું છે,

ICMR એ ભારપૂર્વક જણાવ્યું કે તપાસ ના થવાના આધાર પર ઇમરજન્સી સેવામાં વિલંબ અને ગર્ભવતી મહિલાને તપાસની સુવિધા ના હોવાના આધાર પર રીફર ના કરવામાં આવે.

આ પરામર્શમાં કોવિડ -19 તપાસની વર્તમાન ભલામણોને ચાર ભાગોમાં વિસ્તૃત કરાયેલી છે, પ્રતિબંધિત વિસ્તારમાં નિયમિત દેખરેખ રાખવી, પ્રવેશ સ્થળ પર ચેક-ઇન કરવું, બિન-પ્રતિબંધિત ક્ષેત્રમાં નિયમિત દેખરેખ રાખવી, હોસ્પિટલોની સ્થાપના કરવી અને માંગ-તપાસનો સમાવેશ થાય છે, પ્રાથમિકતાના આધાર પર તપાસના પ્રકારઆરટી-પીસીઆર, ટૂનેટ અથવા સીબનેટ અને રેટિડ એન્ટિજન તપાને સૂચિબદ્ધ કરવામાં કહેવામાં આવ્યું છે.

સાહીન-

Exit mobile version