Site icon hindi.revoi.in

કોરોનાની બીજી તરંગમાં રાજ્યમાં બેંકના 1 હજાર કર્મીઓ સંક્રમિત થયા – કોરોના વોરિયર્સ તરીકે જાહેર કરવા માંગણી

Social Share

અમદાવાદઃ- સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં પણ કોરોનાની બીજી તરંગ શરુ થઈ ચૂકી છે,આ બીજી તરંગમાં હજારો લોકો સંક્રમિત થઈ ચૂક્યો છે, કોરોનાના કારણે બેંક કર્મીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે.

રાજ્યમાં કોરોનાના બીજા તબક્કામાં અંદાજે 1 હજાર બેંકના કર્મચારીઓ સંક્રમિત થયા હોવાની માહિતી મળી આવી છે,  આ બાબતે મહાગુજરાત બેન્ક એમ્પ્લોયી યુનિયને માહિતી જારી કરી છે, આ સાથે જ દેશમાં લાગુ કરવામાં આવેલ  લૉકડાઉનથી લઈને હાલ સુઘીના સમયગાળા દરમિયાન અંદાજે 7 હાદજર બેંક કર્મીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે

જો કે આ બાબતે બેંકના કર્મીઓ એ એક અવાજ ઉઠાવ્યો છે, બેન્ક કર્મચારીઓને કોરોના સામે રક્ષણ પૂરું પાડવા માટે બેંકના કર્મચારીઓને પણ કોરોના વોરિયર્સ જાહેર કરવા બાબતે માંગ કરી છે.મહાગુજરાત બેન્ક એમ્પ્લોયી યુનિયનની માંગ છે કે, બેન્ક કર્મચારીઓને કોરોના સામે પ્રોટેકશન પૂરું પાડવામાં આવે અને તેમને પણ કોરોના વૉરિયર જાહેર કરવામાં  આવે

ઉલ્લેખનીય છે કે, દેશમાં તહેવાર બાદ કોરોનાનું સંક્રમણ વકર્યું છે, વધતા કેસોને લઈને સમગ્ર રાજ્યમાં ભય.નો માહોલ છે તો બીજી તરફ સરકાર તરફથી અનેક ગાઈડલાઈન રજુ કરવામાં આવી રહી છે, આ સાથે જ અમદાવાદ, સુરત ,રાજકોટ અને વડોદરામાં નાઈટ કર્ફ્યૂ પણ અમલી કરવામાં આવ્યો છે

કોરોનાની બીજી તરંગમાં બેંકો પણ હવે કોરોના હોટસ્પોટ બનતી જોવા મળી છે. સરકારી અને ખાનગી બેંકોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે,જેના કારણે આશરે 1 હજાર જેટલા બંકે કર્મીઓ કોરોનાગ્રસ્ત થયેલા જોવા મળ્યા છે. ત્યારે હવે બેંકના કર્મચારીઓ આ મામલે તેઓને કોરોના વોરિયર્સ તરીકે જાહેર કરવા માંગ કરી છે, બેંક કર્મીઓ એ મહાગુજરાત બેન્ક એમ્પ્લોય યુનિયનના મહામંત્રી એ જણાવ્યું કે, અમદાવાદ અને ગુજરાતમાં બેંકો હવે કોરોના હોટસ્પોટ બનતી જોવા મળી રહી છે

સાહિન-

Exit mobile version