- રશિયામાં ફરી શરુ થયો કોરોનાનો કહેર
- સ્કૂલોમાં તાત્કાલીક રજાઓ અપાઈ
- રશિયામાં ફરી કોરોનાનો કહેર વધ્યો
- શાળા-કોલેજો અચાનક બંધ કરાવાઈ
- સોમવારના રોજ 10 હદારથી વધુ નવા કેસો નોંધાયા
- રાજઘાની મોસ્કોમાં જ માત્ર 3 હજારથી વધુ કેસ નોંધાયા હતા
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે,દિવસેને દિવસે કોરોનાના કેસોની સંખ્યા વધતી જોય છે ,જો કે ભારતમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓનો આંકડો વધ્યો છે,પરંતુ અનેક દેશોમાં હજુ કોરોનાનો પગપેસારો જોવા મળી રહ્યો છે.
રશિયામાં કોરોનાના કસમાં અચાનક વધારો થયેલો જોવા મળ્યો છે,વિતેલા દિવસ સોમવારના રોજ અહીં 10 હજાર 800થી પણ વધુ નવા કોરોનાના કેસો નોધાયા છે, જેમાં રાજધાની મોસ્કોમાં જ માત્ર 3 હજારથી પણ વધુ કેસ જોવા મળ્યા છે. આ સમગ્ર આંકડાઓ મેં મહિના પછીના રેકોર્ડ સ્તરે નોંધાયા છે જે રશિયા માટે ચિંતાનો વિષય છે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, એક દિવસમાં કુલ 117 લોકોના મોત થયા છે,આ સાથે જ કુલ મૃત્યુઆંક 21 હજાર 400ને પાર પહોંચ્યો છે, ત્યારે આ સાથેજ કુલ કોરોનાના દર્દીઓની સંખ્યા 12 લાખના આંકડાને વટાવી ચૂકી છે
કોરોના વાયરસના વધતા કેસને જોતા તમામા શાળાઓમાં સોમવારના રોજ અચાનક રજાઓ આપવામાં આવી હતી, શાળાઓમાં 30 ટકા સ્ટાફની જરુરીયાત હતી.માસ્કોના મેયરે છેલ્લા અઠવાડીયામાં 15 દિવસો સુધી શાળાઓ બંધ કરવાનું એલાન કર્યું હતું અને આદેશ આપ્યા હતા કે 30 ટકા શિક્ષકો ઘરેથી જ કામ કરે.
હવે અહીંના તંત્રદ્વારા લોકડાઉન કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે, ક્રેમલિન પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ કહ્યું હતું કે, તેમને આ અંગે ભાળ નથી પરંતુ આ નવા પ્રતિબંધો હેઠળ સામાજીક અંતર જાળવવાનું સખ્ત પાલન થવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, રશિયાએ પણ તેની પ્રથમ કોરોના વેક્સિનને રજીસ્ટર કરાવી લીધી છે, જ્યારે બીજી વેક્સિનનું પરિક્ષણ પણ સમાપ્ત થઈ ગયું છે અને તે ટૂંક સમયમાં જ તેનું રજીસ્ટ્રેશન કરવાની તૈયારી કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ પુટિને કહ્યું છે કે તેઓ આ મહિને બીજી કોરોનાની વેક્સિન લાવવાની તૈયારી કરી રહ્યા છે.
સાહીન-