1. Home
  2. revoinews
  3. ગુજરાતમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 861 પોઝિટિવ કેસ નોંધાયાં
ગુજરાતમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 861 પોઝિટિવ કેસ નોંધાયાં

ગુજરાતમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 861 પોઝિટિવ કેસ નોંધાયાં

0
  • 24 કલાકમાં 429 દર્દીઓ થયાં સાજા
  • રાજ્યમાં 4.41 લાખ લોકોના કરાયાં ટેસ્ટ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. દરમિયાન 24 કલાકમાં રેકોર્ડ બ્રેક પોઝિટિવ કેસ નોંધાયાં હતા. રાજ્યમાં નવા 861 પોઝિટિવ કેસ નોંધાયાં રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો વધીને 39 હજારને પાર પહોંચ્યો છે. જ્યારે રાહતની વાત એ છે કે, 429 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ફરત ફર્યાં હતા.

રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સુરતમાં નોંધાયાં હતા. સુરત શહેરમાં 212 અને જિલ્લામાં 95 જેટલા કેસ નોંધાયાં હતા. આવી જ રીતે અમદાવાદ શહેરમાં 153, વડોદરા શહેરમાં 43, રાજકોટ શહેરમાં 18, વલસાડમાં 28, વડોદરામાં 25, અમદાવાદ જિલ્લામાં 9, મહેસાણામાં 17, ભરૂચમાં 19, કચ્છમાં 5, ગાંધીનગરમાં 24, નવસારીમાં 16, ભાવનગર શહેરમાં 14, બનાસકાંઠામાં 18, ખેડામાં 17, સુરેન્દ્રનગરમાં 10, આણંદમાં 11, ભાવનગર જિલ્લામાં 9 કેસ નોંધાયાં હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4.41 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

રાજ્યમાં હાલ 2.98 લાખ લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 9528 એક્ટિવ કેસ છે. જ્યારે 72 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 27742 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. જ્યારે બે હજારથી વધારે લોકોના કોરોના મહામારીમાં મોત થયાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અનલોક-1 અને અનલોક-2ના અમલ બાદ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થયો છે. અનલોકમાં વેપાર-ધંધા શરૂ થતાની સાથે જ કોરોના વાયરસનું સંક્રમણ પણ ફેલાયું છે. જેથી લોકોમાં ભય ફેલાયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.