- દેશમાં કોરોનાની ગતિ પડી ધીમી
- 4 મહિના બાદ છેલ્લા 24 કલાકમાં 29 હજાર કેસ નોંધાયા
- આ પહેલા જુલાઈ મહિનામાં આટલા કેસ સામે આવ્યા હતા
દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો નોંધાયો છે,છેલ્લા 24 કલાકમાં કોરોનાના 29 હજાર 160 જેટલા કેસ નોંધાયા છે, જે છેલ્લા 4 મહિના પછી કેસમાં આટલો ઘટાડો નોંધાયો છે,જે 4 મહિનાની સરખામણીમાં સોથી ઓછી સંખ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય એ મંગળવારના રોજ આ માહિતી આપી છે, આ પહેલા એક દિવસમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 15 જુલાઈના રોજ 30 હજારથી ઓછી નોંધાઈ હતી, તે સમય દરમિયાન કોરોનાના 29 હજાર 400 જેટલા કેસ નોંધાયા હતા.
આજ રોજ સવારે મંત્રાલયે સવારે 8 વાગ્યે જારી કરેલા આકડાઓ પ્રમાણે એક દિવસમાં કોવિડ -19 ના 29,163 કેસ સામે આવ્યા બાદ કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 88 લાખ 74 હજાર 290 થઈ ગઈ છે જેમાં 449 લોકોના મોત પછી મૃત્યુઆંક વધ્યો છે.જે હવે વધીને 1 લાખ 30 હજાર 519 પર પહોંચી ચૂક્યો છે.
આ રજુ કરવામાં આવેલા આકંડાઓ પ્રમાણે દેશમાં સતત સાતમાં દિવસે સારવાર હેઠળ રહેલા સંક્રમિત લોકોની સંખ્યા પાંચ લાખથી નીચે રહી છે. દેશમાં કોરોના વાયરસના સંક્રકમણના અન્ડર-રિપોર્ટ થયેલ કેસો 4 લાખ 53 હજાર 401 છે જે સંક્રમણના કુલ કેસોના 5.11 ટકા છે.
આ સાથે જ સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધીને 82 લાખ 90 હજારનો આંકડો વટાવી ચૂકી છે,સાજા થનારાનો દર 93.42 ટકા થઈ ચૂક્યો છે, જો કે કોરોનાનો મૃત્યુ દર 1.47 ટકા છે.
ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 7 ઓગસ્ટના રોજ 20 લાખ, 23 ઓગસ્ટના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બરના રોજ 40 લાખને વટાવી ચૂકી હતી. આ સાથે જ કુલ કેસ 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ અને 29 ઓક્ટોબરના રોજ 80 લાખના આંકડાને પાર કરી ગયા હતા.
સાહીન-