Site icon hindi.revoi.in

કોરોનાના નવા પ્રકારનો ભય – લંડનથી દિલ્હી પરત ફરેલા વિમાનમાં પાંચ યાત્રીઓ અને ક્રુ-મેમ્બર કોરોના સંક્રમિત મળી આવ્યા

Social Share

દિલ્લી: બ્રિટનમાં કોરોના વાયરસનું નવું સ્વરૂપ આવતા ભારતે 31 ડિસેમ્બર સુધી ત્યાંથી આવનારી તમામ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સમયગાળા દરમિયાન ગત રાત્રે લંડનથી દિલ્હી એરપોર્ટ પર પહોંચેલા પાંચ મુસાફરો અને ક્રૂ મેમ્બરોને કોરોના પોઝિટિવ મળી આવ્યા છે, તેમના નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, બ્રિટનમાં આવેલા કોરોના વાયરસના નવા સ્વરૂપને કારણે વિશ્વવ્યાપી ગભરાટ ફેલાય રહ્યો છે. ઘણા દેશોએ બ્રિટનથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત પણ તેમાંથી એક છે, જેણે 31 ડિસેમ્બરની મધ્યરાત્રિ સુધી વિમાનો પર પ્રતિબંધ લાદી દીધો છે. જોકે, વિમાન પ્રતિબંધ સમય પહેલા લંડનથી એક વિમાન દિલ્હી આવી પહોંચ્યું હતું.

બ્રિટનની રાજધાની લંડનથી દિલ્હી એરપોર્ટ પર પહોંચેલા 266 મુસાફરો અને ક્રૂ સભ્યોમાંથી પાંચ લોકોને સોમવારે રાત્રે કોરોના સંક્રમિત મળી આવ્યા છે કોવિડ -19 માટે નિયુક્ત નોડલ અધિકારીએ જણાવ્યું હતું કે તેમના નમૂનાઓ એનસીડીસીને તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને સંક્રમિત કેર સેન્ટરમાં તેઓને મોકલવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, બ્રિટનમાં જોવા મળેલા કોરોના વાયરસના નવા સ્વરૂપને કારણે ભારત સરકાર સજાગ થઈ ગઈ છે. બ્રિટનથી આવતા વિમાનોને 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધિત કરવા સરકારે એક મોટું પગલું ભર્યું છે. નવા વાયરસના પગલે રાજધાની લંડન સહિત યુકેના ઘણા વિસ્તારોમાં ફરીથી લોકડાઉન કરવામાં આવ્યું છે.

નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે જર્મની, બેલ્જિયમ અને ફ્રાન્સ જેવા યુરોપિયન દેશોએ બ્રિટન સાથેની હવાઈ મુસાફરી બંધ કરી દીધી છે. જો આપણાને અન્ય સ્થળોએથી કોરોના વાયરસના નવા કેસ ફેલાવા વિશે માહિતી મળે છે, આપણે પણ અન્ય દેશો સાથે પણ હવાઈ મુસાફરી અટકાવવાનું વિચારીશું.

Exit mobile version