Site icon hindi.revoi.in

કોરોનાની સ્વદેશી વેક્સિન ફાયદા કારક – કોઈ પણ પ્રકારની આડઅસર જોવા મળી નથી

Social Share

 

સમગ્ર દેશમાં કોરોના મહામારીના કારણે કોરોના વેક્સિનને લઈને લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે કોરોનાના સ્વદેશી વેક્સિન ખુબ જ ફાયદા કારક સાબિત થઈ છે, આ વેક્સિનથી એન્ટિબોડી બનવાની સાથે સાથે આ ડોઝ લેવાથી કી પ્રકારની આડ અસર થતી જોવા મળી નથી, આ સમગ્ર બાબતને જોતા હવે કેન્દ્ર સરકાર અને અનેક વૈજ્ઞાનિકો આશા સેવી રહ્યા છે કે આવનારા વર્ષની શરાતમાં વેક્સિન આવી જશે.

આ વેક્સિનને લઈને વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ત્રીજા તબક્કાનું પરિક્ષણ આજ મહિનામાં શરુ કરવામાં આવશે અને ડિસેમ્બર ,સુધીમાં સમગ્ર વેક્સિનનું કાર્ય પૂર્ણ થઈ જશે,, ત્યાર બાદ પરિક્ષણ સફળ રહેતાની સાથે જ આ વેક્સિન માર્કેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આઈસીએમઆરના વૈજ્ઞાનિક રજનીકાન્તનું આ અંગે કેહવું છે કે,  ભારત બાયોટેક દ્વારા વિકસીત કોવેક્સિનનો ડોઝ ખુબ જ પ્રભાવકારક છે, અત્યાર સુધી થયેલા પરિક્ષણોને જોતા આશા સેવાઈ રહી છે કે, આવનારા વર્ષની શરુઆતના ફેબ્રુઆરી મહિનામાં આ વેક્સિન આવી શકે છે.

જો આ શક્ય બનશે તો, તે ભારતની પ્રથમ સ્વદેશી વેક્સિન સાબિત થશે, વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, આ વેક્સિન પરીક્ષણના પ્રથમ અને બીજા તબક્કામાં વેક્સિન ખુબ જ અસરકારક હોવાનું જણાયું છે. આ પહેલા તે પ્રાણીઓમાં કરવામાં આવેલા પરીક્ષણમાં પણ અસરકારક સાબિત થયું હતું. જો કે, વેક્સિનના પરિક્ષણનો ત્રીજો તબક્કો હજુ બાકી છે જેથી આ વેક્સિનને હાલ તો 100% વિશ્વાસ લાયક ન કહી શકાય, જો કે મોટો ભાગે તેના પરિણામો સકારાત્મક જ જોવા મળ્યા છે

બીજી તરફ, ભારતના સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવી રહેલ ઓક્સફર્ડ યુનિવર્સિટી વેક્સિનનો અભ્યાસ જાન્યુઆરીમાં પૂર્ણ થઈ શકે છે. આ ત્રીજા તબક્કોનું પરિક્ષણ છે, જે પૂર્ણ થયા બાદ તમામ દેશોના પરિણામો એકત્રિત કરવામાં આવશે અને તેને માર્કેટમાં ઉપલબ્ધ કરાવવા ભારત સરકારની પરવાનગી માંગવામાં આવશે.

સાહીન-

Exit mobile version