1. Home
  2. revoinews
  3. WHOની ચેતવણી-કોરોનાની સ્થિતિને ગંભીરતાથી લેવી જોઈએ
WHOની ચેતવણી-કોરોનાની સ્થિતિને ગંભીરતાથી લેવી જોઈએ

WHOની ચેતવણી-કોરોનાની સ્થિતિને ગંભીરતાથી લેવી જોઈએ

0
  • WHOની કોરોનાના કેસ વધુ છે તેવા દેશઓને સલાહ
  • કોરોનાના આંકડાઓ નજર અંદાજ ન કરવા
  • પરિસ્થિતિને ગંભીરતાથી લેવી જોઈએ
  • મહામારી પર કાબુ લાવવા કોઈ પણ સમય મોટો ન જ હોઈ શકે


સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે,ત્યારે દરેક દેશમાં કોરોનાને કાબુમાં લેવા માટે લોકડાઉન પણ અપનાવવામાં આવ્યું હતું,જો કે લાકડાઉન બાદ પણ કેસોની સતત સંખ્યા વધી રહી છે,ત્યારે WHOના ડાયરેક્ટર માઈક રેયાનને પત્રકારોને સંબોધતી વખતે કોરોના અંગે કહ્યું કે, “કોરોના નામક જે મહામારી છે તેના પર કંટ્રોલ કરવા માટે કોઈ પણ સમય મોડો ન હોય શકે,અનેક વિસ્તારોમાં લોકડાઉન લાગુ કરવાના સ્થાને જ્યા ખુબ જ ઓછુ સંક્રમણ છેસ ત્યા થોડી છૂટછાટ આપવી જોઈએ,પરંતુ તેની સામે બીજી વાત એ કે,જ્યા ખુબ જ કોરોનાના કેસ છે અથવા સંક્રમણ વધી રહ્યું છે તેવા સ્થળો પર સરકાર દ્રાર મક્કમ પગલા ભરવા જોઈએ”

તેઓએ પોતાની વાતને આગળ વધારતા કહ્યું હતું કે,જો દરેક દેશ લોકડાઉન ખુલ્લુ મુકશે તો કોરોનાના કેસો સાથે ડીલ કરવા માટે કોઈ પણ તાકાત કે વિકલ્પ રહેશે નહી,અને તેના કારણે પરિસ્થિતિ બેકાબુ થશે, જો આપણી સ્વસ્થ્ય વ્યવસ્થા દર્દીઓની સારવાર કરવા કે દેખરેખ કરવામાં નિષ્ફળ રહેશે તો ઘણા દર્દીઓ કોરોનાના કારણે મૃત્યુ પામશે,

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ઈમરજન્સી મામલાના ડાયરેક્ટર માઈક રેયાને જણાવ્યું હતું કે,કેટલાક દેશો એવા છે કે જ્યા ખુબ જ કેસ વધી રહ્યા છે તેવા દેશોમાં કડકપણે અનેક નિયમોનું પાલન થવું જોઈએ,તે સાથે જ તેમણે જો કોઈ જ વિકલ્પ શક્ય ન હોય તો લોકડાઉન સિવાય કોઈ ઉપાય નથી તેમ પણ કહ્યું હતું.

તેમણે એક ખુબ અગત્યની વાત પણ રજુ કરી હતી,કે કેટલાક દેશો આ વધતા કોરોનાના આંકડાથી મળતા અંદાજાને અનદેખા કરી રહ્યા છે. આર્થિક કારણોસર વ્યાપારી ગતિવિધિ શરૂ કરવાની જરૂર પડી શકે છે પરંતુ સમસ્યાને પણ નજરઅંદાજ ન જ કરી શકાય. આ એવી સમસ્યા છે કે, તેનો આપમેળ તો અંત નહી જ આવે.આ રીતે તેમણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોનાથી ગંભીર રીતે પ્રભાવિત હોય તેવા દેશોને જાગૃત થવા જણાવ્યું છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.