Site icon Revoi.in

દેશ કોરોના મામલે સાચી દિશામાં આગળ વધી રહ્યો છે- સતત બીજા દિવસે પણ કોરોનાના કેસમાં ઘટાડો

Social Share

દેશમાં કોરોનાનો કહેર ઘીરે ઘીરે ઘટતો જોવા મળી રહ્યો છે,છેલ્લા એઠવાડીયાથી કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જે એક સકારાત્મક બાબત છે,આ બાબત એ સુચવે છે કે ભારતે કોરોના સામે જંગ જીતવામાં ઘણા સફળ પ્રયત્નો કર્યા છે અને તેમનું સફળ પરિણામ ઘીરે ઘીરે જોવા પણ મળી રહ્યું છે, જો કે સમગ્ર દેશમાં તો કોરોનાના કેસનો આંકડો 66 લાખને પાર પહોંચી ચૂક્યો છે.

કેન્દ્રીય સ્વાલસ્થ્ય મંત્રાલય તરફથી આ સમગ્ર બાબતે જાણકારી આપતા જણાવાયું હતું કે, કોરોના વચ્ચે દેશ માટે સારા સમાચાર એ છે કે છેલ્લા કેટલાક અઠવાડીયાની સરખામણીમાં ખુબ જ ઓછા કેસ નોંધાઈ રહ્યા છે, છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો કોરોનાના 61 હજાર 600 જેટલા કેસ નોંધાયા છે, તો સામે 800 જેટલા લોકોએ કોરોના સામે જંગ હારી છે.

અત્યાર સુધી દેશમાં 52 લાખથી વધુ દર્દીઓ સાજા થયા

મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં કોરોના કેસની કુલ સંખ્યા 66 લાખનો આંકડો વટાવી ગઈ છે. દેશમાં હાલમાં કોવિડના કુલ કેસ 66,85,083 છે.જેમાં સક્રિય કેસની સંખ્યા 9 લાખ 19 હજારથી વધુ છે જ્યારે 56 લાખ 62 હજારથી પણ વધુ દર્દીઓ સાજા થયા છે અથવા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે,આ સિવાય વાયરસના કારણે કુલ 1 લાખ 3 હજારથી પમ વધુ દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

વિતેલા દિવસે કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાયો

આ સમગ્ર બાબત વચ્ચે સોવવારના રોજ કોરોનાના કેસના આંકડામાં ખુબ ઘટાડો જોવા મળ્યો છે, સોમવારના રોજ દેશમાં 74 હજાર 400 નવા કેસ નોંધાયા છે, આ સાથે જ આ વાયરસના સંક્રમણથી 940 લોકોના મોત થયા છે,આ સાથે જ કોરોનાના સક્રીય કેસમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે જે એક સારી બાબત કહી શકાય આ તમામા બાતોને જોતા એમ કહવું રહે કે, ભારત કોરોના સામે જંગ જીતવાની બાબતે સાચી દિશામાં આગળ વધી રહ્યું છે

સાહીન-