Site icon Revoi.in

સ્વદેશી ‘ફેલુદા’ કિટ્સથી પ્રથમ વખત વિશ્વભરમાં કોરોનાનું પરિક્ષણ કરાશે

Social Share

કોરોના વાયરસના પરિક્ષણ કરવા માટે ભારતના વૈજ્ઞાનિકો દ્રારા બનાવવામાં આવેલી ફેલુદા કિટ્સ હવે સમગ્ર વિશ્વભરમાં ઉપલબ્ધ કરાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે, પ્રથમ વખત ભારતમાં શોધવામાં આવેલી કોવિડ 19 પરિક્ષણ કિટનો વિશ્વભરમાં ઉપયોગ કરવામાં આવશે. આ માટે 10 લાખ કિટ્સની ક્ષમતા સાથે ઉત્પાદન કાર્ય શરુ કરવામાં આવી ચૂક્યું છે,નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આવનારા મહિના ડિસેમ્બરમાં આ કિટ્સ માર્કેટમાં ઉપલબ્ધ કરાવાશે.

ટાટા ગૃપ સાથે સ્વાસ્થ્ય સંવા કંપની ટાટા મેડિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક લિમિટેડ ના સીઈઓ ગ્રીસ કૃષ્ણામૂર્તિએ જણાવ્યું હતું કે, ટાટા એમડી ફેલુદા કિચટ બનાવવાનું કારય. કરી રહી છે, જેને ટાટાએમડી ચેક નામ આપવામાં આવ્યું છે.

નવી દિલ્હી સ્થિત સીએસઆઇઆર અને આઈજીઆઈબીના વૈજ્ઞાનિકો દ્વારા ક્રિસ્પર સીએએસ -9 તકનીકનો ઉપયોગ કરીને તેની શોધ કરવામાં આવી હતી.આ વિશ્વનું પ્રથમ ક્રિસ્પર કેસ -9 આધારિત ડાયગ્નોસ્ટિક ડિવાઇસ છે જે વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવી રહ્યું છે.

સીએસઆઈઆરના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે કહ્યું કે, કોરોનાથી સંબંધિત કામમાં નોંધપાત્ર વધારો થયો છે.તેનું  ફેલુડા ટેસ્ટ કીટ છે. તેના લાઇસેંસિંગથી લઈને વ્યાપારી લોન્ચિંગ સુધીનું સમગ્ર કાર્ય માત્રને માત્ર 100 દિવસમાં પૂર્ણ થયુ છે. ટૂંક સમયમાં તેને દેશના ક્લિનિકલ સેન્ટરો અને હોસ્પિટલો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

વરિષ્ઠ વૈજ્ઞાનિક એ  બાબતે જણાવ્યું કે,આ પ્રયોગશાળામાં કરવામાં આવેલ પરિક્ષણ છે જેમાં  ક્રિસ્પર-કેસ 9 તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. દર્દીઓના નમૂના લેવામાં આવ્યા પછી આરએનએ નિષ્કર્ષણ અને એમ્પ્લીફિકેશન વગેરેની પ્રક્રિયા પહેલા જેવી જ છે પરંતુ સરળ, ઓછા ખર્ચ વાળા સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સાહીન-