1. Home
  2. revoinews
  3. કોરોના વાયરસઃ ગુજરાતમાં પોઝિટિવ કેસનો આંકડો 38 હજારને પાર પહોંચ્યો
કોરોના વાયરસઃ ગુજરાતમાં પોઝિટિવ કેસનો આંકડો 38 હજારને પાર પહોંચ્યો

કોરોના વાયરસઃ ગુજરાતમાં પોઝિટિવ કેસનો આંકડો 38 હજારને પાર પહોંચ્યો

0
  • 24 કલાકમાં રાજ્યમાં 750થી વધારે કેસ નોંધાયાં
  • સુરત શહેર અને જિલ્લામાં સૌથી વધારે કેસ આવ્યાં સામે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધ્યાં છે. દરમિયાન 24 કલાકમાં કોરોના વાયરસના નવા 783 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આમ રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો વધીને 38 હજારને પાર થયો છે. સુરત શહેર અને જિલ્લામાં 250થી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જ્યારે 16 દર્દીઓના મોત થયાં હતા. જો કે, રાહતની વાત એ છે કે, 500થી વધારે દર્દીઓ સાજા થઈને હોસ્પિટલથી ઘરે પરત ફર્યાં હતા.

રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધારે કેસ સુરતમાં નોંધાયાં હતા. સુરત શહેરમાં 215, અમદાવાદ શહેરમાં 149, વડોદરા શહેરમાં 55, સુરત જિલ્લામાં 58, રાજકોટ શહેરમાં 26, વલસાડમાં 27, વડોદરા જિલ્લામાં 12, અમદાવાદ જિલ્લામાં 7, મહેસાણામાં 15, ભરૂચમાં 16, કચ્છમાં 10 કેસ નોંધાયા હતા. આવી જ રીતે ગાંધીનગરમાં 11, નવસારીમાં 14, ભાવનગર શહેરની હદમાં 12, બનાસકાંઠામાં 15, ખેડામાં 11, સુરેન્દ્રનગરમાં 16, આણંદમાં 5, ભાવનગરમાં 7 અને રાજકોટ જિલ્લામાં 13 નોંધાયા હતા.

રાજ્યમાં હાલમાં કુલ 9111 એક્ટિવ કેસ છે. જે પૈકી 67 દર્દી વેન્ટીલેટર પર છે. જ્યારે 9044 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં કુલ 27313 દર્દીઓ સાજા થયાં છે જ્યારે 1955 દર્દીનાં કોરોના મહામારીમાં મોત થયા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.