- કોરોના વાયરસ કેટલીક વસ્તુઓ પર મહિના સુધી જીવિત રહે છે
- ઓસ્ટ્રેલિયાની એક સાયન્સ એજન્સીનો દાવો
- કાચની લીસી સપાટી ધરાવતી વસ્તુઓ પર વાયરસ 28 દિવસ સંક્રમિત રહે છે
કોરોના વાયરસને લઈને સમગ્ર વિશ્નના વોકોએ અનેક રિસ્રચ હાથ ધર્યા છે, ત્યારે હવે ઓસ્ટ્રેલિયાની નેશનલ સાયન્સ એજન્સી સીએસઆઈઆરઓ એ કોરોના વાયરસની બાબતે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે, રિપોર્ટ વાયરોલોજી જર્નલમાં પ્રકાશીત થયેલા રિપોર્ટમાં CSIRO કહ્યું કરે એક નિયંત્રીત વાતાવરણમાં આ વનાયરસ વધુ સમય સુધી સંક્રમિત રહે
સીએસઆઈઆરઓ સંશોધનકારોએ જાણ્યું કે 20 ડિગ્રી સેલ્સિયસ પર સાર્સ-સીઓવી -2 વાયરસ મોબાઇલ ફોનની સ્ક્રીન, નોટ્સ અને કાંચ જેવી લીસી સપાટી પર 28 દિવસ સુધી સક્રીય રહીને સંક્રમિત રહે છે. તેની તુલનામાં, ઈન્ફલ્યુએન્ઝા વાયરસ સપાટી પર 17 દિવસ જીવંત રહે છે.
એજન્સા દ્વારા કરવામાં આવેલા આ અભ્યાસમાં મુખ્ય સંશોધનકર્તા અવા શેન રીડેલે કહ્યું, “આ અભ્યાસ ખરેખરમાં હાથ ધોવા, હાથને સેનિટાઇઝ કરવા જે સંપર્કમાં આવેલા સપાટીને વાયરસથી મૂકત રાખવામાં મહત્વ ધરાવે છે.” આ માટે, સપાટી પર કોરોના વાયરસ દર્દીઓના સૂકા લાળના નમૂનાની જેમ કુત્રિમ લાળ પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ એક મહિના પછી વાયરસ મુક્ત મળી આવ્યા હતા.
આ અભ્યાસમાં જાણવા મળતી વિગતો આ મુજબ છે
- 20, 30 અને 40 ° સેલ્સિયસ પર કરાયેલા પ્રયોગોથી એ વાત જાણી શકાય છે કે, વાયરસ ઠંડા તાપમાને લાંબા સમય સુધી જીવંત રહે છે.
- અ સમાન સપાટીની સરખામણીમાં લીસી સપાટીઓ અને પ્લાસ્ટિક બેન્કનોટ કરતાં કાગળની નોટો પર વાયરસ લાંબા સમય સુધી જીવંત રહે છે.
- અલ્ટ્રાવાયોલેટ લાઇટની અસર દૂર કરવા માટે આ બધા પ્રયોગો અંધારામાં કરવામાં આવ્યા હતા, સંશોધન દર્શાવે છે કે સીધો સૂર્યપ્રકાશ વાયરસને મારી શકે છે.
- સંશોધનકારોએ જણાવ્યું હતું કે શરીરના પ્રવાહીમાં મળતા પ્રોટીન અને ચરબી પણ શરીરમાં વાયરસની સમયરેખામાં વધારો કરી શકે છે.
- આ અભ્યાસ વાયરસની સુસંગતતા અને ઠંડા વાતાવરણમાં માંસ પેકિંગ સુવિધાઓને સમજવામાં મદદ કરી શકે છે.
- જો કે, ઓસ્ટ્રેલિયામાં અન્ય દેશો કરતા કોરોના વાયરસનું નિયંત્રણ વધુ સારું છે.
તાપમાન અને કોરોના વાયરસના સંબંધ પર પહેલાથી જ કેટલાક અભ્યાસ કરવામાં આવ્યા છે. તે જ સમયે, ઘણા નિષ્ણાતો કહે છે કે ઠંડીની સિઝનમાં કોરોના વાયરસના કેસો પહેલા કરતાં વધુ આવી શકે છે.
સાહીન-