Site icon Revoi.in

કોરોના વાયરસઃ સાઉથના સુપરસ્ટાર રામચરણ તેજા થયા આઈસોલેટ

Social Share

મુંબઈઃ ટોલીવુડના સુપર સ્ટાર રામચરણ તેજા આઈસોલેટ થયાં છે. તાજેતરમાં ચિરંજીવીની ફિલ્મ આચાર્યની શૂટીંગ કરી રહ્યાં હતા. હૈદરાબાદમાં ચાલી રહેલા શુટીંગ દરમિયાન રામચરણના વેનિટી વાનના ચાલકનું કોરોના સંક્રમણના કારણે અવસાન થતા રામચરણ જેતા આઈસોલેટ થયાં હોવાનું જાણવા મળે છે. ડ્રાઈવરના મોતથી રામચરણ દુઃખી હોવાનું પણ જાણવા મળે છે.

સાઉથના સુપર સ્ટાર પવન કલ્યાણ પણ કોરોના સંક્રમિત થયા છે અને પોતાના ફાર્મ હાઉસમાં રહીને સારવાર કરાવી રહ્યાં છે. એટલું જ નહીં આચાર્ય ફિલ્મમાં કામ કરતા અભિનેતા સોનુ સુદ પણ કોરોના સંક્રમિત થયાં હતા. આચાર્ય ફિલ્મનું મોટાભાગનું શુટીંગ પૂર્ણ થઈ ગયું છે. જો કે, રામચરણ અને ચિરંજીવીને શુટીંગ યુનિટની ચિંતા છે. ફિલ્મનું હવે માત્ર 12 દિવસનું જ શુટીંગ બાકી રહ્યું છે. દરમિયાન ચિરંજીવીએ એક વિડીયો શેર કરીને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સિને વર્કર્સ અને પત્રકારોને રસી માટે અપીલ કરી હતી. આ કામ તેઓ કોરોના ક્રાઈસિસિ ચેરિટી મારફતે કરાવવા માગે છે. આ રસીકરણ વિનામૂલ્યે કરવામાં આવશે. આ રસીકરણ તા. 22મી એપ્રિલથી શરૂ કરવામાં આવ્યું હતું. એક મહિના સુધી રસીકરણ અભિયાન ચાલશે.

ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. કોરોના વાયરસની ઝપટે હવે ટીવી અને ફિલ્મના કલાકારો પણ ચડી રહ્યાં છે. તાજેતરમાં જ બોલીવુડના અભિનેતા અર્જુન રામપાલ પણ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત જાણીતી ટીવી સિરિયલ અનુપમાના મુખ્ય કલાકાર સુધાંશુ પાંડે અને રૂપાલી ગાંગુલી પણ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે.