1. Home
  2. revoinews
  3. સુરતમાં કોરોના વાયરસે મચાવ્યો હાહાકારઃ 195થી વધુ વિસ્તારને જાહેર કરાયાં હોટસ્પોટ
સુરતમાં કોરોના વાયરસે મચાવ્યો હાહાકારઃ 195થી વધુ વિસ્તારને જાહેર કરાયાં હોટસ્પોટ

સુરતમાં કોરોના વાયરસે મચાવ્યો હાહાકારઃ 195થી વધુ વિસ્તારને જાહેર કરાયાં હોટસ્પોટ

0
  • કતારગામ અને વરાછામાં કોરોનાના સૌથી વધારે કેસ
  • રત્ન કલાકારોમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડસિટી ગણાતા સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. જેથી આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે અને કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન મનપા દ્વારા 195થી વધારે વિસ્તારોને હોટસ્પોટ જાહેર કર્યાં છે. એટલું જ નહીં આ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને તકેદારી રાખવાની સાથે સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

સુરતમાં કોરોના વાયરસના 5894 જેટલા કેસ અત્યાર સુધીમાં નોંધાયાં છે. એટલું જ નહીં છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં દરરોજ 200થી વધારે પોઝિટિવ કેસ આવી રહ્યાં છે. જેથી રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જ્યંતિ રવિ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત દોડી ગયા હતા. તેમજ કોરોના મહામારી અંગે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બીજી તરફ મનપા દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા માટે મનપા દ્વારા પણ અસરકાર પગલા લેવામાં આવી રહ્યાં છે.

કતારગામ અને વરાછા વિસ્તારમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોઉત્તર વધારો થઇ રહ્યો છે. આ વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરતા રત્ન કલાકારોમાં કોરોનાનુ સંક્રમણ વધારે જોવા મળી રહ્યુ છે. તેની સાથે રત્ન કલાકારો અને ટેક્ષટાઇલ માર્કેટમાં કામ કરનારાઓમાં પણ કોરોનાના કેસ વધુ પ્રમાણમાં બહાર આવી રહ્યા છે. જેથી સુરતનો હીરા ઉધોગ હાલ બંધ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં  આગામી દિવસમાં કાપડ માર્કેટ પણ બંધ કરવાની વિચારણા ચાલી રહી છે.

દરમિયાન મહાનગર પાલિકા દ્વારા શહેરના  195 વિસ્તારમાં કોરોનાનુ સંક્રમણ વધુ જોવા મળી રહ્યું છે.  ત્યારે મહાનગર પાલિકાએ આ વિસ્તારને  હોટસ્પોટ જાહેરકર્યા છે.  તેમાં  કતારગામ, વરાછા બાદ રાંદેર અને અઠવા ઝોનમાં કેસ વધી રહ્યા હોવાથી આ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.