1. Home
  2. revoinews
  3. કોરોના વાયરસઃ ગુજરાતમાં રિકવરી રેટ વધીને 70.89 ટકા થયો

કોરોના વાયરસઃ ગુજરાતમાં રિકવરી રેટ વધીને 70.89 ટકા થયો

0
  • અત્યાર સુધીમાં 19 હજારથી વધારે દર્દી થયાં સાજા
  • 24 કલાકમાં 655 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યાં

અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા પણ લોકોને વધારેમાં વધારે સારી સારવાર મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેનું પરિણામ પણ જોવા મળે છે. રાજ્યનો રિકવરી રેટ વધીને 70.89 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 19357 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને મહાત આપીને 655 દર્દીઓ સાજા થયાં હતા. અમદાવાદમાં 427, સુરતમાં 131,વડોદરામાં 40, ભરૂચમાં 7, નવસારીમાં 5,પંચમહાલમાં 4, ભાવનગરમાં 7, જામનગરમાં 4, વલસાડમાં 3, ખેડામાં 1, મહેસાણામાં 4, પાટણમાં 2, ગીરસોમનાથમાં 1, ગાંધીનગરમાં 15, છોટાઉદેપુરમાં 1 અને અરવલ્લીમાં 3 દર્દીઓ સાજા થયાં હતા. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 19357 દર્દીઓ કોરોના વાયરસને મહાત આપી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ સરેરાશ 400થી વધારે દર્દીઓ સાજા થઈ રહ્યાં છે. જેથી રાજ્યનો રિકવરી રેટમાં વધારો થયો છે અને રિકવરી રેટ વધીને 70 ટકાને પાર પહોંચ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.