1. Home
  2. revoinews
  3. સુરતમાં કોરોનાનો ભય, કતારગામ અને વરાછામાં પરિસ્થિતિ વિકટ
સુરતમાં કોરોનાનો ભય, કતારગામ અને વરાછામાં પરિસ્થિતિ વિકટ

સુરતમાં કોરોનાનો ભય, કતારગામ અને વરાછામાં પરિસ્થિતિ વિકટ

0
  • એક જ દિવસમાં 269 પોઝિટિવ કેસ નોંધાયાં
  • પોઝિટિવ કેસનો આંકડો 7851 થયો

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન સુરતમાં 269 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. આમ સુરતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 7851 પર પહોંચ્યો છે. સુરતના કતારગામ અને વરાછા ઝોનમાં કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે.

સુરતમાં અનલોકના અમલની સાથે જ વેપાર-ધંધા શરૂ થયાં હતા અને હિરાના કારખાનાઓ ધમધમવા લાગ્યાં હતા. દરમિયાન કેટલાક રત્ન કલાકારોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. 24 કલાકમાં સુરતમાં કોરોના વાયરસના 269 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. સુરત શહેરમાં 200થી વધારે પોઝિટિવ કેસ મળી આવ્યાં હતા. સુરતના સેન્ટ્રલ ઝોન 19, વરાછા-એ ઝોનમાં 33, વરાછા-બી 32, રાંદેર ઝોન 30 કતારગામ ઝોનમાં 52, લીબાયત ઝોનમાં 13, ઉધના ઝોનમાં 4 અને અથવા ઝોનમાં 19 કેસ નોંધાયા હતા. લીબાયત પણ દર્દીમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોના ગાઈડલાઇન પાલન નહીં થતું હોવાની ફરિયાદો ઉઠી છે. જેથી મનપા દ્વારા વિવિધ ટીમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.