Site icon hindi.revoi.in

  દેશના તમામ લોકોને કોરોના વેક્સિન મફ્તમાં આપવામાં આવશે- મંત્રીનો દાવો

Social Share

બિહારમાં ધોષણાપત્ર જારી કરતા બીજેપી સત્તામાં આવતા જ બિહારના રહેવાસીઓને મફ્તમાં કોરોના વેક્સિન આપવાનો વાયદો કરવામાં આવી ચૂક્યો છે, જો કે વિપક્ષ એ આ બાબતે તેમના પર નિશાન સાધ્યુ છે, ત્યાર બાદ બીજા પાંચ રાજ્યોએ પણ કોરોનાની વેક્સિન મફ્તમાં આપવાનું નિવેદન આપ્યું છે, કેન્દ્રીય મંત્રી પ્રતાપ સારંગીએ રવિવારના રોજ કહ્યું કે, દેશના તમામ લોકોને મફ્તમાં કોરોનાની વેક્સિન આપવામાં આવશે.

મંત્રી સારંગીએ વધુમાં કહ્યું કે, દેશના તમામે તમામ નાગરીકોએ વિના મૂલ્યે ઉપલબ્ધ કરાશે. બીજેપી દ્વારા બિહારના લોકોને કોવિડ -19ની વેક્સિન નિ: શુલ્ક પૂરી પાડવામાં આવશે તે ઘોષણા થયા બાદ ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવ્યા ઉલ્લેખનીય છે કે, બિહારમાં બુધવારે પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાશે.

3 નવેમ્બરના રોજ બાલાસોરમાં યોજાનારી પેટા-ચૂંટણીઓ માટે સભાને સંબોધન કર્યા પછી, સારંગીએ પત્રકારોને જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે કોવિડ -19 વેક્સિન બધા લોકોને વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવાશે, પ્રત્યેક વ્યક્તિને વેક્સીન માટે આશરે 500 રૂપિયા ખર્ચ થશે.

આ પહેલા ઓડિશા સરકારના મંત્રીએ આરપી સ્વૈન કેન્દ્રીય મંત્રી ઘર્મેન્દ્ર પ્રધાન અને પ્રતાપ સારંગી પર નિશાન સાધ્યું હતું અને મફ્તમાં કોરોના વેક્સિન આપવા બદલ જવાબ માંગ્યો હતો ત્યાર બાદ મંત્રી સારંગી તરફથી આ દાવો કરવામાં આવ્યો છે.

સાહીન-

Exit mobile version