- દિલ્હીમાં વેક્સિનને લઈને તમામ પ્રકારમી તૈયારીઓ પુરી
- પ્રથમ તબક્કામાં 20 થી 25 ટકા વસ્તીને ડોઝ અપાશે
- કેન્દ્ર દ્રારા ઓક્ટોબર મહિનામાં સુચના આપવામાં આવી હતી
- સ્વાસ્થ્ય વિભાગએ આપી માહિતી
દિલ્હીઃ- દિલ્હી આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, વેક્સિનને લઈને તમામ પ્રકારની તૈયારીઓ કેન્દ્ર સરકારની સૂચના પર કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે દેશમાં 25 થી 30 કરોડ લોકોનું જૂથ બનાવીને પ્રથમ વેક્સિનનો ડોઝ આપવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત ગત ઓક્ટોબર મહિનામાં જૂથ બનાવવાની સૂચના આપવામાં આવી હતી. જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે પ્રથમ તબક્કામાં, 20 થી 25 ટકા વસ્તીને પ્રથમ વેક્સિન આપવી આવશ્યક છે.
કારણે બીજા રાજ્યોની સરખામણીમાં દિલ્હીના મોટાભાગના લોકો જીવનશૈલીને લગતા રોગો જેવા કે ડાયાબિટીઝ, બીપી, કેન્સર, હૃદય, કિડની વગેરેથી પીડાય છે. દિલ્હીની કુલ વસ્તી લગભગ 20 કરોડ છે.દિલ્હીમાં 40 થી 50 લાખ લોકોને વેક્સિન આપવી જરૂરી છે. દિલ્હી આરોગ્ય વિભાગના જણઆવ્યા પ્રમાણે તમામ પ્રકારની તબીબી સંસ્થાઓની સંખ્યા લગભગ 745 છે. એક દિવસમાં અહીં 10 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી શકે છે.
તાજેતરમાં કેન્દ્ર સરકારે એ વાત સ્પષ્ટ કરી છે કે, દેશના તમામ વ્યક્તિઓએ કોરોનાની વેક્સિન લેવી જરુરી છે,જો કે દિલ્હી સરકાર આ નિર્ણયને લઈને સંતુષ્ટ નથી ,અધિકારીઓનું કહેવું છે કે, જો તમામ લોકોને વેક્સિન નહી આપવામાં આવે તો ઓછામાં ઓછા 20 થી 25 ટકા લોકોએ વેક્સિન લેવી જ જોઈએ,
આ સમગ્ર બાબતે અન્ય એક અધિકારીએજણાવ્યું હતું કે, દિલ્હીમાં રસીકરણના પ્રથમ તબક્કાની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. દિલ્હીમાં ભૂતકાળમાં રેઈન્બો, રૂબેલા, પોલિયા જેવા રસીકરણના કાર્યક્રમોનું સંચાલન હાથ ધરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં સરકાર ગ્રાઉન્ડ લેવલ પર તૈયારીઓ પહેલાથી જ ચાલી રહી છે. દિલ્હી સરકાર, મ્યુનિસિપલ કર્મચારીઓ, આશા, એએનએમ અને આંગણવાડી કર્મચારીઓ સહિતના લોકોને પણ આ કામમાં લાગાવવામાં આવી શકે છે.
સાહિન-