- સોનાના ભાવમાં સતત ઘટાડો
- વેક્સિન આવવાના કારણે ઘટી રહ્યા છે ભાવ
- છેલ્લા 5 મહિનામાં સૌથી નીચા સ્તરે આવ્યું સોનું
દિલ્હી – સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે આ સાથે જ વેક્સિનના આવવાથી તેની સીધી અસર સોનાના ભાવ પર પડેલી જોવા મળી રહી છે, દિવાળી પહેલા સોનાના ભાવમાં થોડા અંશે ઉછારો જોવા મળ્યો હતો પરંતુ છેલ્લા 5 મહિનાના સોથી નીચલા સ્તરે હાલ સોનાની કિમંત પહોંચી ચૂકી છે.
તાજેતરમાં રોકાણકારો સોનામાંથી રોકાણ પરત ખેંચીને શૅર બજારમાં રોકાણ કરવા પ્રેરાઈ રહ્યા છે. જેના કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છએ, બીજી તરફ વેક્સિનના આવવાની આશાથી સમગ્ર વિશવભરમાં શેર બજારનું માર્કેટ સારુ પ્રદર્શન કરતું જોવા મળી રહ્યું છે
વિતેલા દિવસને સોમવારના રોજ હાજર સોનું 0.8 ટકા ઘટીને 1,774.01 ડૉલર પ્રતિ આઉન્સ પર આવી પહોચ્યું હતું, આજ રીતે ચાલુ મહિનાની જો વાત કરીએ તો સોનામાં 5.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેની સાથે જ કિંમતી ધાતુએ કારોબારી સત્ર દરમિયાન જુલાઈ બાદના સૌથી નીચલા સ્તર પર 1,764.29 ડૉલર પ્રતિ આઉન્સ પર નોંધાયું છે.
અમેરિકન ગોલ્ડ ફ્યૂચર 0.6 ટકા તૂટીને 1,771.20 ડૉલર પ્રતિ આઉન્સ પર આવી પહોચ્યું છે. આ અંગે અનેક નિષ્ણાંતોનું કહેવું છે કે વેક્સીનના આવવાની આશથી બજારમાં ઘણો આશાવાદ જોવા મળી રહ્યો છે
મહિનાના આધારે ચાંદીમાં 5.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. તો વિતેલા દિવસને સોમવારે ચાંદી 1.6 ટકા ઘટીને 22.34 ડૉલર પ્રતિ ઓન્સ પર આવી પહોંચી હતી.
શુક્રવારના રોજ 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 48,185 થઈ ગયો હતો. તો 1 કિલો ચાંદીનો ભાવ 60 હજાર રૂપિયાથી નીચે પહોંચી ગયો હતો, જ્યારે બે મહિના પહેલા જ સોનું 56 હજાર જેટલા ભાવે હતું, ત્યારે હાલ સોનાનો ભાવ 50 હજારની અંદર અને આસપાસ જોવા મળી રહ્યો છે.
સાહિન-