- બ્રાઝિલમાં કોરોનાનો કહેર
- માત્ર એક દિવસમાં 3 હજારથી વધુના મોત
દિલ્હી – સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે બ્રાઝિલમાં કોરોનાથી તબાહિના દ્રશ્યો સર્જાયા છે, બ્રાઝિલ કે જે દક્ષિણ અમેરિકી દેશ છે, જ્યા કોરોનાનો મૃત્યુંઆંક ખૂબ જ ડરાવી રહ્યો છે.
અહી માત્ર એક દિવસમાં 3 હજારથી પણ વધુ લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે,પાછછેલ્લા કેટલાક અઠવાડિયાથી બ્રાઝીલ સમગ્ર વિશ્વમાં વધતા કોરોનાના કેસનું કેન્દ્ર બની રહ્યું છે. વિતકેલા દિવસના રોજ અહીં 3251 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છએ આ મોતનો આંકડો માત્ર એક જ દિવસનો છે.
બ્રાઝીલના સૌથી વધુ વસતીવાળા રાજ્ય સાઓ પાઉલોમાં 1 હજારથી વધુના મોત થયા છે,આ મહામારીએ બ્રાઝીલની સ્વાસ્થ્ય પ્રણાલીઓને ધ્વસ્ત કરી છે.વધતા કોરોનાના કેસોને લઈને હોસ્પિટલમાં આઈસીયુ બેડ અને ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે.ઉલ્લેખનીય છે કે, બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો દેશની અર્થવ્યસ્થાને મહત્વ આપતા આ મહામારીને ગંભીર લીઘી નહતી.
સાહિન-