Site icon hindi.revoi.in

સુરત શહેરમાં કોરોનાનો કહેર વકર્યો – બપોર સુધીમાં જ કોરોનાના 170 કેસ સામે આવ્યા

Social Share

સુરત – સમગ્ર ગુજરાતમાં ફરી એક વખત કોરોના વાયરસએ માથું ઊચક્યું છે, દિવાળીના તહેવારો બાદ માર્કેટોમાં જોવા મળેલી ભીડ એ હવે કોરોનાનું રોદ્ર સ્વરુપ ઘારમ કર્યું છે, અમદાવાદમાં તો કેસ વધી જ રહ્યા છે પરંતુ સુપત શહેર પણ હવે કોરોનાની ઝપેટમાં આવ્યું છે, અહીં માત્ર આજે બપોર સુધીમાં જ 170 નવા કોરોનાના કેસો નોંધાયા છે.

સમગ્ર સુરત શહેરમાં હવે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત બન્યું છે, આ સાથે જ અહીં રાત્રી કર્ફ્યૂ પણ યથાવત રાખવામાં આવ્યું છે, અહીં કોરોનાના કુલ કેસની સંખ્યા હવે 81 હજાર 800ને પાર પહોંચી ચૂકી છે, વિતેલા દિવસોમાં પણ સુરત શહેરએ કોરોનોમાં જાણે રેકોર્ડ તોડ્યો હતો.ત્યારે હવે ફરી એક વખત સુરતમાં પણ કોરોનાના કેસ સતત વધવાની શરુઆત થઈ ચૂકી છે.

સુરત શહેરમાં તંત્ર હવે સતત દોડતું થયું છે, માસ્ક નહી પહેરવા પર દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન ન કરનારા સામે પણ કાર્યવાહી થઈ રહી છે. આ સાથે જ કોરોનાને અટકાવવા માટે હવે સતત કોરોના કેસના પરિક્ષણમાં વધારો કરવામાં આવ્યો છે

સુરત મહાનગર પાલિકા આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં કોરોના વાયરસના 217  કેસ નોંધાયા છે, ત્યારબાદ આજ રોજ બપોરે 12 વાગ્યા સુધીમાં અટલે કે  વિતેલા 16 કલાકમાં જ નવા કેસની સંખ્યા 116 નોંધાઈ છે, આ સાથે જ કુલ દર્દીઓની સંખ્યા 30 હજાર 700ને પાર પહોચી છે.

સાહીન-

Exit mobile version