1. Home
  2. revoinews
  3. સુરતથી અમદાવાદ આવતા લોકોનું રેપિડ ટેસ્ટથી ચેકિંગ, 23 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ
સુરતથી અમદાવાદ આવતા લોકોનું રેપિડ ટેસ્ટથી ચેકિંગ, 23 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ

સુરતથી અમદાવાદ આવતા લોકોનું રેપિડ ટેસ્ટથી ચેકિંગ, 23 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ

0
  • શહેરના પ્રવેશ માર્ગો ઉપર સઘન ચેંકીગ
  • કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા મનપાનો નિર્ણય

અમદાવાદઃ સુરતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. બીજી તરફ અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે, અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે મનપા દ્વારા અસરકાર પગલા ભરવામાં આવી રહ્યાં છે. જેથી શહેરના તમામ પ્રવેશ માર્ગો ઉપર મનપાની વિવિધ ટીમ દ્વારા સુરતથી આવતા મુસાફરોનું  રેપિડ એન્ટીજન ટેસ્ટથી ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. શુક્રવારે સુરત તરફથી આવતા 574 લોકોને તપાસવામાં આવ્યાં હતા. જે પૈકી 23 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા મનપાના અધિકારીઓ પણ ચોકીં ઉઠ્યાં હતા.

અમદાવાદ શહેરના પ્રવેશ માર્ગો ઉપર મનપાની આરોગ્ય વિભાગની ટીમો અને પોલીસ દ્વારા સુરત તરફથી આવતા લોકોનું સઘન મેડિકલ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. એક્સપ્રેસ હાઈવે પર મનપાની આરોગ્ય વિભાગની ટીમે સુરત તરફથી આવતા 574 લોકોની તપાસ કરી હતી. જેમાંથી 23 લોકોના રિપોર્ટ પોઝિટિવ મળી આવ્યો હતો. જેથી મનપા તંત્ર દ્વારા આ લોકોના નામ-સરનામા સહિતની વિગતોની નોંધ કરવામાં આવી હતી. તેમજ તેમને પરત મોકલી આપવામાં આવ્યાં હતા. 23 પૈકી 19 સુરતના રહેવાસી હોવાનું જાણવા મળે છે. આ અંગે સુરત મનપાને પણ જાણ કરવામાં આવી હતી. જેથી આ લોકો સુરત પહોંચતાની સાથે જ તેમની યોગ્ય સારવાર શરૂ કરી શકાય.

દરમિયાન અમદાવાદમાં કોરોના વાયરસનો ખતરો હજુ ટળ્યો નથી. કોરોના વાયરસના પોઝિટિવ કેસ મળી આવતા હોવાથી શહેરમાં માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. હાલ અમદાવાદ શહેરમાં 150થી વધારે માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.