1. Home
  2. revoinews
  3. મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર-છેલ્લા 24 કલાકમાં 6 હજાર 700થી વધુ કેસ નોંધાયા તો 213 લોકોના થયા મોત
મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર-છેલ્લા 24 કલાકમાં 6 હજાર 700થી વધુ કેસ નોંધાયા તો 213 લોકોના થયા મોત

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર-છેલ્લા 24 કલાકમાં 6 હજાર 700થી વધુ કેસ નોંધાયા તો 213 લોકોના થયા મોત

0
  • મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર
  • છેલ્લા 24 કલાકમાં 6 હદજારથી વધુ કેસ સામે આવ્યા
  • 213 લોકોના થયા મોત

દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે દેશના રાજ્ય મહારાષ્ટ્રમાં પણ કોરોનાએ માજા મુકી છે,સતત દિવસેને દિવસે કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે,ત્યારે છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના નવા કેસનો આંકડો 6 હજારથી વધુ રહ્યો છે,છેલ્લા 24 કલાકમાં જ 213 લોકોના મોત થયા છે,

છેલ્લા બે દિવસથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં નહીવત ધટાડો નોંધાયો છે પરંતુ તેની સામે મરનારાઓની સંખ્યામાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે,આ સાથે જ કોરોનાના દર્દીઓની સંખ્યા 2 લાખ 67 હજાર 600ને પણ પાર થઈ ચૂકી છે,તે સાથે જ અત્યાર સુધીનો મૃત્યુઆંક 10 હજાર 600ને પાર થયો છે,તો સાથે સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ 1 લાખ 49 હજારથી પણ વધુ છે,જે એક સારી બાબત કહી શકાય,તો હાલ એક્ટિવ કેસોની સંખ્યા1 લાખ 7 હજાર 600થી પણ વધુ છે,

ત્યારે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોરોનાની ગતિ ઘીમી પડેલી જોઈ શકાય છે,અહી આર્થિક ગતિવિઘીઓ અટકવાથી સંપૂર્મ લોકડાઉન કરી શકાય તેવી શક્યતાઓ નથી,છએલ્લા 4 દિવસમાં કોરોનાના કેસની સંખ્યા 1 હજારથી પણ ઓછા પ્રમાણમાં નોંધાઈ રહી છએ જે મુંબઈ માટે સારી બાબત છે,જો કે હજુ કોરોનાના કેસ આવતા સંપૂર્ણ બંધ તો નથી જ થયા,

આ સાથે જ મુંબઈમાં કોરોનાના ૯૬0 થી વધુ કેસો નોંધાતા અત્યાર સુધી મુંબઈમાં કોરોનાગ્રસ્તોની સંખ્યાનો આંકડો વધીને ૯૫ હજારને પાર થયો છે, તે સાથે ૭૦ દર્દીઓના મોત થયા હતા.તે સાથે જ મુંબઈનો મૃત્યુઆંક વધીને ૫ હજાર 400ને વટાવી ચૂક્યો છેતો સાજા થનારા દર્દીની સંખ્યા અત્યાર સુધી 66 હજાર 600થી પણ વધુ રહી છે,કુલ દર્દીઓમાંથી 70 ટકા જેટલા દર્દીઓ કોરોના મૂક્ત થયેલા જોઈ શકાય છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.