- યૂપી સરકારનું સ્ખત વલણ
- હવે કોરોનાના દર્દીઓ પાસે ખાનગી હોસ્પિટલો વધુ ચાર્જ નહી વસુલી શકે
- કોવિડ પ્રોટોકોલ પ્રમાણે દર નક્કી કરાયા
ખાનગી હોસ્પિટલો તરફથી કોરોનાના દર્દીઓની સારવાર માટે જાણે લૂંટ ચલાવવામાં આવી રહી છે, અનેક લોકો દ્વારા આ બાબતે ફરિયાદો કરવામાં આવી છે કે,ખાનગી હોસ્પિટલો કોરોનાના નામે તેમને લૂંટી રહી છે ત્યારે હવે આ બાબતે ઉત્તર પ્રદેશની સરકારે સખ્ત વલણ દાખવ્યું છે, આ માટે સ્વાસ્થ્ય વિભાગએ ગુરુવારના રોજ નર્સિંગ કેર, ડોક્ટર વિઝઇટ અને દેખરેખ રાખવા માટેની ચોક્કસ અમાઉન્ટ નક્કી કરી દીધી છે જેથી કરી હવે કોઈ પણ ડોક્ટરો કે હોસેપિટચલ દર્દીઓ પાસેથી વધુ પૈસૈ નહી પડાવી શકે.
ત્યાર બાદ જો કોઈ પણ હોસ્પિટલ જો નક્કી કરેલી રકમથી વધુ ચારેજદ વસુલશે તો તેના સામે એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એડિશનલ ચીફ સેક્રેટરી મેડિકલ હેલ્થ અમિત મોહન પ્રસાદના જણાવ્યા પ્રમાણે, ખાનગી હોસ્પિટલો માટેની તમામ સુવિધાઓ માટે ચોક્કસ પેકેજ નક્કી કરવામાં આવ્યું છે.
આ સુવિધાઓમાં કોવિડ કેર પ્રોટોકોલ પ્રમાણે, સારવાર આપવા માટે બેડ, ભોજન, નર્સિંગ કેર, દેખરેખ, ઇમેજિંગ, પરીક્ષણો અને વિઢઇટર ડોક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. પેકેજમાં ડાયાબિટીઝના દર્દીઓની સારવાર અને હિમો ડાયાલિસિસ સુવિધાઓ શામેલ છે. આ અંગે આદેશ પણ જારી કરવામાં આવી ચૂક્યો છે.
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશ પ્રમાણે, આરટીપીસીઆર ટેસ્ટ અને આઈએલ -6 ટેસ્ટને દર નિર્ધારમાં શામેલ કરવામાં નથી આવ્યા. આ ઉપરાંત પ્રાયોગિક સારવાર રૈમડિસિવિર દવાઓ પણ શામેલ કરાઈ નથી. સગર્ભા સ્ત્રીઓની સારવાર જેમાં સામાન્ય અથવા સિઝેરિયન ડિલિવરીમાં આવતો ખર્ચ હોસ્પિટલ આયુષ્માન ભારત યોજનાના દરે અલગથી લઈ શકે છે, પરંતુ આ યોજના હેઠળ આવતાં દર્દીઓને ડિલિવરીને લગતી સારવાર માટે કોઈ પણ પ્રકારનો શુલ્ક લેવામાં આવશે નહીં.
સાહીન-