- દિલ્હીમાં કોરોનાનો મૃ્ત્યુ દર વધ્યો
- કોરોનાના કારણે દર 4 કલાકે 1 વ્યક્તિ દમ તોડે છે
- માર્કેટમાં વધતી ભીડથી સંક્રમણ વધી રહ્યું છે
- લોકોએ હવે સતર્ક અને સાવધાન રહેવાની જરુર છે
દિલ્હી- : દેશની રાજધાની દિલ્હી કોરોનાની ઝપેટમાં સપડાતી જઈ રહી છે, દિવસનેને દિવસલે અહીં સતત કેસ વધી રહ્યા છે, એક તરફ કોરોના તો બીજી તરફ વાતાનરણમાં પ્રદુષણ કોરોનાના દર્દીઓનો જીવ લઈ રહ્યું છે, છેલ્લા 24 કલાકમાં આ પાંચમી વયકત સૌથી વધુ લોકો કોરોનાને લઈને મોતને ભેટ્યા છે, 99 લોકો સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે તો હાલ 3 હજાર અને 700 થી પણ વધુ લોકો સંક્રમિત મળી આવ્યા છે.
વિતેલા દિવસે 12 હજારથી વધુ લોકો સંક્રમિત થયા
વીતેલા દિવસ રાજધાનીમાં 29 હજારથી પણ વધુ લોકોનું પરિક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં 12,37 ટકા લોકો સંકર્મિત મળી આવ્યા છે, આ સાથે જ 3 હજાર 500થી વધુ દર્દીઓને રજા આપવામાં આવી છે, છેલ્લા 10 દિવસમાં કોરોનાનો મૃત્યુ દર વધીને 1.35 ટકા એ પહોંચી ચૂક્યો છે. હાલ દિલ્હીમાં કોરોનાના કેસની સંખ્યા 4 લાખ 89 હજાર 200 જેટલી થઈ ચૂકી છે,જેમાંથી 4 લાખ 412 હજાર લોકો સાજા થઈ ચૂક્યા છે.
દિલ્હીમાં કોરોનાનો મૃત્યુ દર 1.58 ટકા
અત્યાર સુધી કોરોનાના કારણે 7 હદાર 700થી પણ વધુ લોકોના મોત થયા છે, હાલ કોરોના વાયરસનો મૃત્યુદર 1.58 ટકા છે જ્યારે સંક્રમણ ફેલાવવાનો દર 8.93 ટકા છે, હાલ એક્ટિવ કેસની જો વાત કરીએ તો અહી 40 હજારથી પણ વધુ કોરોનાના એક્ટિવ કેસ જોવા મળે છે. જેમાં 26 હજાર 500થી વધુ દર્દીઓ ઘરે જ સારવાર લઈ રહ્યા છે
દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ એટલી સ્તરે વધ્યું છે કે દર 4 કલાકે એક કોરોનાનો દર્દી મોતને ભેટી રહ્યો છે. જે ખુબ જ ચિંતાનો વિષય છે, વિતેલા એક દિવસ પહેલા જ દિલ્હીમાં 95 લોકોના કોરોનાના કારે મોત થઈ ચૂક્યા છે.
કોરોનાના કારણે મોતનો આંકડો વધ્યો
વિતેલા ગુરુવારે પણ અહીં 104 લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા,આ સમગ્ર સ્થિતિને જોતા હવે લોકોએ સતર્ક અને જાગૃત રહેવાની જરુર છે,કોરોનાની અનેક ગાઈડલાઈનનું પાલન કરવાની જરુર છે. વધતા કોરોનાના કેસો લોકો માટે જોખમ સાબિત કરી રહ્યા છે, આ સમગ્ર સ્થિતિ કોરોનાની ત્રીજી તરંગ દર્શાવી રહી છએ, આ પહેલા પણ એઈમ્સના ડોક્ટરે કોરોનાની ત્રીજી તરંગની ચેતવણી આપી હતી ત્યારે હવે દિલ્હીની સ્થિતિ કોરોનાને લઈને ગંભીર જોવા મળી રહી છે.
દિવાળઈ જેવા તહેવારના કારણે લોકોની ભીડ માર્કેટમાં વધી રહી હતી અનેક સ્થળો પણ લોકોની અવર જવર પણ વધી છે જેના પરિણામ કોરોનાનો રાફળો ફાટ્યો છે.હાલ દિલ્હીની સ્થિતિને લઈને ચિંતા વ્યાપી રહી છે.
સાહીન-