Site icon hindi.revoi.in

યૂએસમાં થેંક્સગિવિંગની રજાઓ બાદ વકરી શકે છે કોરોના -અનેક પાબંધિઓ લગાવવામાં આવી

Social Share

સમગ્ર વિશ્વભરમાં હાલ કોરોનાનો કહેર શરુ જ છેત્યારે વિશ્વની મહાસત્તા અમેરિકા તેમાં મોખરે છે,તાજેતરમાં અહીં એક જ દિવસમાં બે લાખ  જેટલા કોરોનાના કેસો નોંધાયા હોવાના કારણે સ્વાસ્થ્ય વુભાગમાં હાહાકાર મચ્યો હતો, અહીં હાલ લોકો થેંક્સગિવિંગ રજાઓ ઉજવી રહ્યા છે અને  રજાઓ  બાદ તેઓ તેમના ઘરે પાછા ફરી રહ્યા છે. આવી સ્થિતિમાં, કોરોનાનું સંક્રકમણ  ફરી વધવાના ભયથી  યુ.એસ.ના આરોગ્ય અધિકારીઓએ ફરી એકવાર અનેક સ્થળો પર કડક પ્રતિબંધો લગાવ્યા છે

આરોગ્ય અધિકારીઓનું માનવું છે કે રજાઓ દરમિયાન લોકો એકઠા  થતાં કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં લાવવું અશક્ય છે તે નિયંત્રણની બહાર જઈ  શકે છે, અમેરિકામાં કોરોનાના કારણે  અત્યાર સુધી બે લાખ 67 હજારથી વધુ દર્દીઓનાં મોત નીપજ્યાં છે અને આ કોરોના મહામારીમાં દ અત્યાર સુધીમાં 1 કરોડ 34 લાખથી વધુ લોકો સંક્રમિત થી ચૂક્યા છે લોસ એન્જિલિસ કાઉન્ટીએ તતેમના દસ મિલિયન રહેવાસીઓને ઘરની બહાર ન નીકળવાના આદેશો જારી કર્યા છે.

સિલિકોન વેલીની મધ્યમાં સ્થિત સાંતાક્લોરા કાઉન્ટીએ વ્યાવસાયિક રમતગમત, માધ્યમિક શાળાઓ અને કોલેજો ખોલવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત, કાઉન્ટીની બહાર 150 માઇલથી વધુની મુસાફરી કરનારાઓને ક્વોરેન્ટાઇનમાં રહેવાન આદેશ આપવામાં આવ્યા છે

આ સમગ્ર સ્થિતિ વચ્ચે હવાઈ કાઉન્ટીના મેયરએ કહ્યું છે કે, જો કોઈ વ્યક્તિ બહારથી આવે છે અને તેની પાસે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ નથી તો તેને પહેલા 14 દિવસ માટે અલગ રાખવામાં આવશે.આરોગ્ય અધિકારી ડો.સારા કોડીનું આ બાબતે કહવું છે કે સાન્તા ક્લોરામાં કોરોનાનું સંક્રમણ ઝડપી ગતિએ વધી રહ્યો છે. કોડીએ જણાવ્યું હતું કે, એવું અનુમાન છે કે ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયા પછી સમક્રણમાં થોડુ ધીમી પડી શકે છે. જો સમયસર યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો સ્થિતિ ગંભીર બની શકે છે.

સાહિન-

Exit mobile version