Site icon hindi.revoi.in

આ દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે કોરોનાનું સંક્રમણ – અનેક પ્રતિબંધો લાગવાની શક્યતાઓ

Social Share

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે જે રીતે રિકવરી રેટ વધી રહ્યો છે તે રીતે કેસ પણ વધી જ રહ્યા છે, ઈગ્લેન્ડમાં કોરોનાના સંક્રમણનું જોખમ વધુ વર્તાઈ રહ્યું છે, અહીં કોરોનાનું સક્રમણ ઝડપી ફેલાઈ રહ્યું છે, જેને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે,  આ બાબતને  લઈને આવનારા દિવસોમાં એક બીજાના ઘરે જવાથી  લઈને અનેક રેસ્ટોરન્ટ્સ અને પબમાં જવા પર આ અઠવાડીયામાં પ્રતિબંધ મૂકવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

બુધવારના રોજ ઈગ્લેન્ડ માટે જારી કરવામાં આવેલ એલર્ટની નવી પ્રણાલીમાં લંડન શહેરને મધ્યમવર્ગમાં રાખવામાં આવ્યું હી છે, સમગ્ર દેશની સાથે લંડનને નીચા સ્તરે રાખવામાં આવશે, અર્થાત અહીં નવા પ્રતિબંધો તાત્કાલિકના ઘોરણે રાખવામાં નહી આવે , જોકે રાત્રીના 10 વાગ્યે કર્ફ્યૂ જારી રાખવામાં આવશે.

લંડનના મેયરે આપી ચેતવણી-

જો કે ,કોરોનાના વધતા સંક્રમણને લઈને લંડના મેયરે ચેતવણી આપી છે કે, પ્રધાનમંત્રી બોરિસ જોનસને પોતાની યોજનાની જાણ કરી છે ત્યાર બાદ રાજઘાની લંડનને ટૂંકા સમયગાળામાં જ આ અઠવાડીયા દરમિયાન પણ  કોરોના સંક્રમિતની ગણતરીમાં ઉચ્ચ સ્તર પર રાખવામાં આવી શકે છે.

લંડન સંક્રમણના ઉચ્ચ તબક્કે પહોંચતા લાગી શકે પ્રતિબંઘ

જો લંડન શહેરને ઉચ્ચ શ્રેણીમાં મૂકવામાં વશે તો, અનેક નાના મોટા પ્રતિબંધ પણ જારી કરવામાં આવી શકે છે,જેમ કે એક ઘરેથી બીજા ઘરે ન જવું. રેસ્ટોરન્ટ અને પબમાં જવા પર નિષેઘ તેમજ એક બીજાને મળવા પર પણ પ્રતિબંધ લાગી શકે છે

મેયરના પ્રવક્તાએ આ અંગે કહ્યું છે કે, કોરોના વાયરસ ખુબ જ ઝડપથી શહેરના અનેક વિસ્તારોમાં ફેલાઈ રહ્યો છે,સંક્રમણનું સ્તર વધી રહ્યું છે, ખોટી દિશામાં કોરોના ફેલાઈ રહ્યો છે, વર્માન સ્થિતિમાં લંડન શહેરને મધ્યમ સ્તર પર રાખવામાં આવ્યું છે, જો કે પરિસ્થિતિ હજુ સામાન્ય નહી બને તો આ સ્તર ઉચ્ચ શ્રેણીમાં આવતા વાર નહી લાગે તે વાત હવે લંડનમાં રહેતા લોકોએ સમજવાની જરુર છે.

આ સાથે જ પ્રવક્તાએ કહ્યું કે, કોરોના સંક્રમણને લઈને વૈજ્ઞાનિકો અને અનેક નિષ્ણાંતો અને સલાહકારો સાથે સરકારની ચર્ચાઓ જારી રહેશે આ સાથે લંડનના રહેવાસીઓને પણ આ આવનારી આફત બાબતે  સાચવેત રહેવાની જાણકારી આપવામાં આવશે.

સાહીન-

Exit mobile version