Site icon Revoi.in

એરલાઈન્સ ઈન્ડિગો પર કોરોનાનો માર-પહેલા કર્મીઓની છંટણી અને હવે વેતન કાપમાં કરાયો વધારો

Social Share

ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે જેના કારણે દેશના એવિએશન સેક્ટરને મોટૂ નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે.તેની અસર દેશની મોટી મોટી એરલાઈન્સ કંપનીઓ પર થયેલી જોઈ શકાય છે,ત્યારે ઈન્ડિગો પણ તેની રડારમાં છે,વિતેલા દિવસોમાં આ કંપનીએ તેના કર્મચારીઓમાંથી 10 ટકા કર્મીઓની છંટણી કરવાનો વિચાર કર્યો હતો ત્યાર હવે ફરી એ વાર ઈન્ડિગોના સિનિયર કર્મચારીઓના પગારમાં 35 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે.

લોકડાઉનમાં મે મહિના પછી ઈન્ડિગોએ પોતાના સિનિયર કર્મનચારીઓના પગારમાંથી 25 ટકા પગાર કાપ્યો હતો,ત્યારે હવે કંપનીએ એલાન કર્યુ છે કે,હવે આ કપાતને થોડા વધારે પ્રમાણમાં વધારવામાં આવશે,મહામારીના કારણે કંપની સામે આવી પડેલા આર્થિક સંકટને કારણે આ પ્રકારનું પગલું ભરવાનો વારો આવ્યો છે,આ નુકશાનના કારણે કર્મચારીઓના પગારમાં હજુ વધુ 10 ટકાનો કાપ મૂકવામાં આવશે.

ઈન્ડિગો કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી રોન્જોય દત્તાએ એક ઈમેલ દ્રારા કર્મીઓને કહ્યું કે, “હું પોતે મારા પગારમાં 35 ટકા કટોતી કરી રહ્યો છું,મેં મારા દરેક વરિષ્ટ ઉપાધ્યાક્ષો અને તેનાથી ઉપરી અધિકારીઓ પાસેથી 30 ટકા પગારની કટોતી માટે કહી રહ્યો છું,દરેક પાયલોટના પગારની કટોતી વધારીને 28 ટકા કરવામાં આવી છે, તે સાથે જ દરેક ઉપરી અધિકારીઓના પગારમાં 25 ટકાનો કાપ મૂકરવામાં આવ્યો છે,એસોસિએટના પગારમાં 15 ટકાનો કાપ લાગુ કરવામાં આવશે”

તેમણે વધુંમાં જણાવ્યું હતું કે,આ પગાર કપાત 1 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. આ જાહેરાત કરતા પહેલા દત્તાનો 25 ટકા, તમામ વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને તેના ઉપરી અધિકારીનો 20 ટકા, બધા ઉપાધ્યક્ષનો 15 ટકા અને તમામ સહયોગી ઉપ-ઉપાધ્યક્ષનો 10 ટકા પગારમાં ઘટાડો કરી રહ્યા હતા.

આ ઉપરાંત મે મહિનામાં ઈન્ડિગો બેન્ડ-ડી અને ક્રૂ સભ્યોના પગારમાં 10 ટકાનો અને બેન્ડ-સીના કર્મચારીઓના પગારમાં પાંચ ટકાનો ઘટાડો કરાયો હતો. બેન્ડ-એ અને બેન્ડ-બી કર્મચારીઓના પગારમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નહોતા,કારણ કે તેની સંખ્યા ઇન્ડિગો એરલાઇન્સમાં સૌથી વધુ છે.

સાહીન-