Site icon Revoi.in

‘કોરોના ટોપી’ – હવે આ ટોપી કરશે તમારું કોરોના વાયરસથી રક્ષણ- જાણો શું છે તેની ખાસિયત

Social Share

કોરોનાને લઈને વિશ્વમાં અવનવા સાધનો માર્કેટમાં આવી રહ્યા છે જેમાં અવનવા માસ્ક હોય કે આ નવી કોરોના ટોપી, જી હા હવે એક કોરોના ટોપી વિશે પણ માહિતી મળી આવી છે, જમશેદપુરને અડીને આવેલા જાદુઘોડામાં ગામના 12મા ઘોરણમાં અભ્યાસ કરતા સૈકત ડે નામના વિદ્યાર્થી એ આ ટોપી બનાવી છે.ટોપીની ખાસ વિશેષતા જાણીને આપણાને ચોક્કસ આશ્ચર્ય થશે, આપણે કોરોના માસ્ક સાઁભળ્યું છે પણ આ ટોપી વિશે કદાચ પ્રથમ વખત સાંભળ્યું હશે.

 ડોકટરો વારંવાર ચેતવણી આપી રહ્યા છે કે જો તમે કોરોના વાયરસથી બચવા માંગતા હો, તો તમારા ચહેરાને અડશો નહીં. પરંતુ આપણે જાણ્યે અજાણતાં આપણા ચહેરા, આંખ, નાક અને મોં પર હાથ રાખીએ છીએ.  આવા સમયે આ ટોપી ખુબ મહત્વનો ભાગ ભજવશે. લોકડાઉન જેવો સમય અને શાળાઓ પણ સતત બંધ જેના કારણે ઘરમાં રહીને જ આ વિદ્યાર્થીએ કંઈક નવું બનાવાનો વિચાર કર્યો અને આ વિચાર તેણે અમલમાં મૂક્યો અને ઘરમાં જ પડેલી એક સાધારણ સાદી ટોપી કે જે આપણે તડકામાં રક્ષણ માટે પહેરીએ છીએ તેને કોરોના ટોપીનું નવું રુપ આપ્યું.

આ કોરોના ટોપી પહેરીને જો કોઈ પણ વ્યક્તિ હાથ સેનેટાઈઝ કર્યા વગર પોતાનો ચહેરો,આંક કે નાકને ટચ કરશે તો  ટોપીમાં એક બજર વાગશે જેના થકી તમે જણા શકશો કે તમે હાથ સેનેટાઈઝ કર્યા નથી, આ ટોપીને બનાવવા માટે માત્ર 550 રુપિયાનો ખર્ચ થયો છે.

ઘોરણ 12 નો આ વિદ્યાર્થી સૈકત તેના ટોપીના નિર્માણથી ખુબ જ ખુશ છે, આ કાર્યમાં તેની બહેન શિલ્પા દત્તાએ તેની ખુબ મદદ કરી છે,કોરોના વાયરસને મોઢા પર ચોંટતા બચાવવાનું કાર્ય હવે આ ટોપી કરશે, આ ટોપીનો ઉપયોગ મોટા પ્રમાણે આપણાને કોરોના વાયરસથી રક્ષણ આપશે, ક્યારેક એવું બને છે કે આપણે ઉતાવળમાં હાથ સેનેટાઈઢ કર્યા વગર જ આપણા ચહેરાને અડકી લેતા હોઈછે છે ત્યારે જો તમે આ ટોપી પહેરી હશે તો ટોપી તમને એલર્ટ કરશે, જો તમે હાથ સેનેટાઈઝ નથી કર્યા તો ટોપીમાં એક એલાર્મ વાગશે જેથી તમને યાદ આવશે કે તમારે હાથ સેનેટાઈઝ કરવાના છે.

સાહીન-