- દેશમાં વધી રહ્યો છે કોરોનાનો ગ્રાફ
- રાજધાનીમાં વિતેલા દિવસે 5હજાર આસપાલ કેસ નોંધાયા
- મહારાષ્ટ્રમાં 35 દિવસનો રેકોર્ડ તૂટ્યો
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે, દિવસેને દિવસે કોરોનાનો રાફળો ફાટતો જાય છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં પણ કોરોનાએ ફરી એક વખત માથું ઊચક્યું છે.મહારાષ્ટ્ર અને રાજધાનિ દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ મોટા પ્રમાણમાં વધતું જોવા મળી રહ્યું છે.
દિલ્હીમાં વિતેલા દિવસે 5 હજાર આસપાસ નવા કેસો નોંધાયા
વિતેલા દિવસ ગુરુવારના રોજ માત્ર દિલ્હીમાં જ 5 હજાર 400થી પણ વધુ કોરોનાના નવા કેસો નોંધાયા હતા તેની સામે 91 દર્દીઓના મોત થયા હતા આ સાથએ જ કોરોનાથી થયેલા મોતનો આકંડો 8 હજાર 800ને પાર પહોંચી ચૂક્યોછે,
આ સાથે જ દિલ્હીમાં કોરોનાનો સંક્રમણ દર છેલ્લા 24 કલાકમાં 8.65 ટકા રહ્યો છે તેના આગલા દિવસ બુધવારના રોજ 8.49 ટકા હતો, જો કે અત્યાર સુધી 5 લાખ 3 હજાર 717 લોકોએ કોરોનાને માત આપી છે
દેશમાં કોરોનાનો ગ્રાફ વધતો જઈ રહ્ય. છે,એક્ટિવ કેસોની સંખ્યા વધતાની સાથે જ ચિંતામાં પણ વધારો થયો છે, હાલ સાડા 4 લાખને પાર સક્રિય કેસો જોવા મળી રહ્યા છે,વધતા કેસને લઈને કેન્દ્ર દ્વારા 31 ડિસેમ્બર સુધીની નવી કોરોનાની ગાઈડલાઈજ રજુ કરવામાં આવી છે.
કેટલાક રાજ્યોમાં કોરોનાને લઈને નાઈટ કર્ફ્યૂ પમ લાદવામાં આવ્યું છે, આ સાથે જ હાલ પણ કેટલીક પાબંધિઓ યથાવત રાખવામાં આવી છે,આ સમગ્ર બાબાત વચ્ચે એઈમ્સમાં કોરોના વેક્સિનના ત્રીજા તબક્ક્નું ટ્રાયલ પણ શરુ કરી દેવામાં આવ્યું છે.
#IndiaFightsCorona #Unite2FightCorona pic.twitter.com/rklNamVfDs
— Ministry of Health (@MoHFW_INDIA) November 27, 2020
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય એ આપેલા આંકડાઓ પ્રમાણે એક્ટિવ કેસની સંખ્યા હાલ દેશમાં 4 લાખ 55 હજાર 555 જોવા મળે છે, આ સાથે જ સમગ્ર દેશમાં અત્યાર સુધી1 લાખ 35 હજાર 715 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા 35 દિવનસનો રેકોર્ડ તૂટ્યો
જો મહારાષ્ટ્રની આ બાબતે વાત કરવામાં આવે તો. 6 હજાર 400 નવા કેસ અહીં નોધાયા છે જે છેલ્લા 354 દિવસોમાં રેકોર્ડ બ્રેક કેસ છે, છેલ્લા 2 દિવસમાં અહીં 65 લોકોએ દમ તોડ્યો છે,મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોનાના કારણે 46 હજાર 800 થઈ પણ વધુ લોકોના મોત થયા છે, હાલ એક્ટિવ કેસની સંખ્યા 85 હજાર 900 જોવા મળી રહી છે,
સાહીન-