Site icon hindi.revoi.in

કોરોના મહામારીનો માર -વધશે મોંધવારી – આરબીઆઈની ચેતવણી

Social Share

સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે,ત્યારે અનેક લોકોને આર્થિક રીતે નુસખાન ભોગવવાનો વારો આવ્યો છે,ત્યારે હવે રિઝર્વ બેંકના 2019-20ના વાર્ષિક અહેવાલમાં પણ આ બાબતે લોકોને સાવચેત કર્યા છે,અને આ જારી કરાયેલા રિપોર્ટમાં જમાવાયું છે કે, ખાદ્ય ઉત્પાદન પ્રોડક્ડના પુરવઠામાં આવતા અવરોધના કારણે આવનારા મહિનાઓમાં મોંધાવીરનો માર પડવાની શક્યતાઓ દર્શાવી છે.

આ સમગ્ર બાબતે રિઝર્વ બેંક દ્વારા કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2019 થી 2020ના છેલ્લા મહિનાઓમાં ફુગાવો વધતો જોવા મળ્યો છે. ખાદ્ય ચીજ વસ્તુઓ અને મેન્યુફેકચરિંગ વસ્તુઓના પુરવઠામાં અવરોધ ઉભો થવાના લીધે આ તમામ વસ્તુઓના દર વધવાની શક્યતાઓ પુરેપુરી છે,જેના કારણે ફૂગાવો પણ વધી શકે છે.આ તમામ બાબતે હવે દરેક માણસ પર મોંધવારીનો બોજો આવી શકે છે,ઉલ્લ્ખનીય છે કે, જે તે ખાદ્ય ચીજ-વસ્તુઓના ભાવ વધતા પરિવારમાં કામ કરતા વ્યક્તિની ચિંતા વધે છે.

હવે આ મોઁધાવી વધલાની વાતથી આરબીઆઇને નાણાકીય નીતિની સમીક્ષામાં ખાદ્ય વસ્તુઓના ભાવ પર સુક્ષ્મ નજર રાખવી પડશે. સરકારી આંકડાઓને જોતા જુલાઇમાં રીટેલ ફુગાવો વધ્યો હતો જે વધીને 6.93 ટકા થયો હતો.ત્યારે આ ચાલુ મહિનાની જ નાણાકીય નીતિની સમીક્ષામાં આરબીઆઇએ કહ્યું કે, બીજા કવાર્ટરમાં રીટેલ ફુગાવો વધતો જોવા મળશે. જો કે ચાલુ વર્ષના બીજા છ મહિનામાં ફુગાવો ઘટવાની શક્યતા છે,જો કે આ વર્ષ દરમિયાન રિધર્વ બેંક દ્વારા જીડીપી વિશેનો કોી પણ પ્રકારનો અંદાજ રજુ કરવામાં આવ્યો નથી, બીજી ઘણી સંસ્થાઓ દ્રારા જીડીપી ઘટવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

સાહીન-

Exit mobile version