1. Home
  2. revoinews
  3. સાબરમતી સેન્ટ્રલ જેલમાં કોરોનાનું ગ્રહણ- 54 કેદીઓ અને જેલ અધિકારીઓનો રિપોર્ટ પોઝિટિવ
સાબરમતી સેન્ટ્રલ જેલમાં કોરોનાનું ગ્રહણ- 54 કેદીઓ અને જેલ અધિકારીઓનો રિપોર્ટ પોઝિટિવ

સાબરમતી સેન્ટ્રલ જેલમાં કોરોનાનું ગ્રહણ- 54 કેદીઓ અને જેલ અધિકારીઓનો રિપોર્ટ પોઝિટિવ

0
  • સાબરમતી જેલમાં કોરોનાનો પગપેસારો
  • 54 કેદીઓ કોરોના ગ્રસ્ત
  • જેલ અધિકારીને પણ કોરોનાનું ગ્રહણ

સમગ્ર દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે ગુજરાત પણ તેમાંથી બાકાત નથી,ગુજરાતના અમદાવાદ શહેરમાં કોરોનાના કેસના આંકડાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે,લોકડાઉન જ્યારથી અનલોક કરવામાં આવ્યું છે ત્યારથી કોરોનાના કેસ વધવાની ઝડપ ઝડપી બની છે.

અમદાવાદમાં આવેલી સાબરમતી જેલમાં પણ હવે કોરોનાનું ગ્રહણ લાગ્યું છે,આ જેલમાં રહેતા 54 કેદીઓનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તો સાથે સાથએ જેલ અધિકારી પણ કોરોના ગ્રસ્ત છે.હવે આ મહામારીના કહેરથી સાબરમતી સેન્ટ્રલ જેલ પણ બાકાત રહી નથી.

સેન્ટ્રલ જેલમાં સ્થિત સિરિયલ બ્લાસ્ટના કેદી સહિતના 54 કેદીઓ અને જેલના 16 અધિકારીઓને કોરોનાનું ગ્રહણ લાગી ચૂક્યું છે, હવે જેલમાં સુપ્રિટેન્ડેન્ટ અને PRO તરીકે કાર્યરત ડીવાયએસપી ડી.વી. રાણાનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ડોક્ટરની ટીમ દ્વારા કેદીઓના કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ચૂકી છે. સ્ટાફ અને અધિકારીઓને કોરોનાવાયરસનું ગ્રહણ લાગતા જ તંત્રની કાર્યગતિ ખોળવાય છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.