Site icon hindi.revoi.in

દિલ્હીમાં પ્રદુષણના કારણે વધ્યો કોરોનાનો મૃત્યું આંક -મૃત્યુ દરમાં 3 ટકાનો વધારો

Social Share

દિલ્હીઃ- કોરોના મહાનમારીમાં થયેલા વધારામાં વાયુ પ્રદૂષણને મફેલાવવામાં મદદોટે ભાગે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, વાયુ પ્રદુષણના કારણે કોરોનાના દર્દીઓમાં શ્વાસ લેવામાં વધુ મુશ્કેલ સર્જાય રહી છે, દિલ્હી સહિત દેશના ઘણા શહેરોમાં પ્રદુષણના કારણે કોરોના દર્દીઓનો મૃત્યુ દર બમણો થયો છે. દિલ્હીની વાત કરીએ તો અહીં પ્રદૂષણ પહેલા અને તે પ્રદુષણ વકર્યા બાદ કોરોનાના મૃત્યુદરમાં ત્રણ ટકાનો વધારો થયેલો જોવા મળે છે.

મળતી માહિતી પ્રમાણે દિલ્હીની હોલી ફેમિલી હોસ્પિટલમાં મૃત્યુ દર જૂનથી સપ્ટેમ્બર મહિનાની વચ્ચે મૃત્યુ દર 3.3 ટકા હતો, જે હવે વધીને 5.૦5 ટકા થઈ ચૂક્યો છે. એ જ રીતે, એપોલો, મેક્સ અને ફોર્ટિસ હોસ્પિટલોમાં સંક્રમિત કોરોના મૃત્યુ દરમાં ઝડપથી વધારો થયેલો જોવા મળ્યો છે, આ સાથે જ દીવાળીના 10 દિવસ પહેલા દિલ્હીમાં 816 લોકોનાં મોત થયાં હતા આ સમગ્ર બાબતે કહી શકાય કે દિલ્હીમાં કોરોનાનો મૃત્યું આકં વધવામાં પ્રદુષણ જવાબદાર છે.

આ સાથે જ વિતેલી 23 નવેમ્બર સુધી 900થી પણ વધુ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે,તાજેતરમાં કેન્દ્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, તાજેતરમાં, કેન્દ્ર સરકારે ચેતવણી પણ આપી છે કે ડિસેમ્બર સુધીમાં શહેરમાં 15 હજાર નવા કોરોનાના કેસ જોવા મળી શકે છેબીજી તરફ હોસ્પિટલમાં કર્મચારીઓનો અભાવ અને આઇસીયુ બેડની અછતને કારણે મૃત્યુદરમાં વધારો થઈ શકે છે.

એક અભ્યાસ પ્રમાણે દર્દીઓના ફેફ્સામાં  નાઇટ્રોજન ડાયોક્સાઇડ જોવા મળ્યો

અત્યાર સુધીના ડોક્ટરોએ કરેલા અભ્યાસ પ્રમાણે, નાઈટ્રોજન ડાયોક્સાઇડ કોરોના સંક્રમિત લોકોના ફેફસામાં જોવા મળી રહ્યું છે. તાજેતરમાં, ઇટાલી, સ્પેન, ફ્રાન્સ અને જર્મનીના વૈજ્ઞાનિકોએ એક અભ્યાસ હાથ ધર્યો હતો જેમાં 4443 લોકોના મોત અંગે માહિતી એકત્રિત કરવામાં આવી હતી.જેમાં 78 ટકા લોકોના ફેફસાંમાં નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળી આવ્યો છે, જે સીધી રીતે પ્રદૂષણનું કારણ જણાઈ રહ્યું છે

સાહીન-

Exit mobile version