Site icon hindi.revoi.in

રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં નોંધાયો ઘટાડો – 24 કલાકમાં 954 કેસ નોંધાયા

Social Share

વિશ્વભરમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે,નવા આકંડાઓ નવો રેકોર્ડ નોંધાવી રહ્યા છે ત્યારે દેશભરમાં કોરોનાના કેસોની સંખ્યા 11 લાખને પાર પહોંચી ચૂકી છે,તો તેની સામે આત્યાર સુધી 6 લાખ 77 હજારથી વધુ લોકો સ્વસ્થ પણ થયા છે,છેલ્લા 24 કલાકમાં દેશમાં 40 હજારથી પણ વધુ કેસો સામે આવ્યા છે.તો 681 લોકોના મોત થયા છે.

દેશની રાજધાની દિલ્હીમાં થોડા દિવસો પહેલા જ કોરોનાના કેસમાં સતત વધારો નોંધાયો હતો ત્યારે છેલ્લા 24 કલાકમાં આ કેસમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે,જે એક સારી બાબત કહી શકાય,છેલ્લા 24 કલાકમાં અહી  ખુબ જ ઓછા કહી શકાય તેટલા 954 કેસ નોંધાયા છે.ઉલ્લેખનીય છે કે વિતેલા મે મહિનામાં અહી 24 કલાકની અંદર હજારો કેસ સામે આવતા હતા ત્યારે આ છેલ્લા 24 કલાકમાં પ્રથમ વખત એવું બન્યું છે કે 1 હજારની અંદર કેસ નાોંધાયા છે.

દિલ્હીમાં અત્યાર સુધી 1 લાખ 23 હજાર 700થી પણ વધુ લોકો કોરોનાનો શિકાર થયા છે,જો કે તેની સામે સારી વાત એ પણ છે કે,છેલ્લા 24 કલાકમાં જ અહી 1784 કોરોનાના દર્દીઓ સ્વસ્થ થયા છે,આ સાથે જ સ્વસ્થ થનારા દર્દીઓનો આકંડો 1 લાખ 4 હજાર 900ને પાર થયો છે,સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં જ 35 કોરોનાના દર્દીઓના મોત થયા છે,તે સાથે જ અત્યાર સુધી કુલ 3 હજાર 600થી વધુ લોકો મોતને ભેટ્યા છે.

દિલ્હીમાં સ્થિત અખિલ ભારતીય આયુવર્વિજ્ઞાન સંસ્થામાં બનેલ સ્વદેશી કોરોનાની દવા કોવેક્સિનનું માનવ પરિક્ષણ શરુ થઈ રહ્યું છે,એમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરીયાએ સોમવારના રોજ કહ્યું કે,વેક્સિનના ફેઝ એક બાદ હવે દિલ્હીની એમ્સમાં ફેઝ 2નું પરિક્ષણ થઈ રહ્યું છે.

સાહીન-

Exit mobile version